સેના દાખવી રહી છે પરાક્રમ, તેમનુ મનોબળ જાળવી રાખોઃ પીએમ મોદીની અપીલ

નવી દિલ્હી,તા.28.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી સ્ફોટક પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને એક રહેવા માટે અપીલ કરી છે.

તેમણે વિડિયો કોન્ફરન્સિંગ થકી ભાજપના બૂથ કાર્યકરોને આજે સંબોધિત કર્યા હતા.પીએમ મોદીએ કહ્યુ હતુ કે દેશની લાગણી આજે અલગ સ્તરે છે.દેશનો વીર જવાન સીમા પર અને સીમાની બીજી તરફ પણ પોતાનુ પરાક્રમ દેખાડી રહ્યો છે.આજે દેશ એક થઈને જવાનો સાથે ઉભો છે.દુનિયા આપણી દ્રઢ સંકલ્પ શક્તિને જોઈ રહી છે.સેનાની ક્ષમતા પર આપણને પુરો ભરોસો છે ત્યારે જરુરી છે કે એવુ કશું ના થાય કે જેનાથી તેમના મનોબળને ધક્કો વાગે અને દુશ્મનને આંગળી ચિંધવાનો મોકો મળી જાય.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે દેશની સુરક્ષા માટે જવાનો સીમા પર તૈનાત છે ત્યારે આપણે બધાએ પણ સિપાહી બનીને દેશની સમૃધ્ધિ માટે દિવસ રાત એક કરવા પડશે.દુશ્મન ભારતને અસ્થિર કરવાનો પ્રયત્ન કરે છે.આતંકવાદી હુમલા પાછળનો તેમનો ઈરાદો ભારતની પ્રગતિ રોકવાનો છે.આ ઈરાદા સામે ભારતીયોએ ચટ્ટાનની જેમ ઉભા રહેવુ પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો