પાક વિમાનોએ ફરી કરી ભારતમાં ઘૂસવાની કોશિશ, ઉભી પૂંછડીએ ભાગવુ પડ્યુ
નવી દિલ્હી,તા.28.ફેબ્રુઆરી 2019, ગુરુવાર
ભારત પાસે શાંતિ અને વાતચીતની ભીખ માંગી રહેલા પાકિસ્તાનને ફરી લુચ્ચાઈ કરી છે.
પાકિસ્તાનની વાયુસેનાના બે એફ-16 વિમાનોએ આજે ફરી ભારતીય સેનામાં પ્રવેશવાની કોશિશ કરી હતી પણ પહેલેથી એલર્ટ વાયુસેનાના વિમાનોએ તેમને ભાગવા માટે મજબૂર કર્યા હતા.
પ્રાથમિક અહેવાલો પ્રમાણે ભારતે તૈનાત કરેલી એર ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ બનાવવા માંગતા પાકિસ્તાનના બે વિમાનો કરમારા સેક્ટરમાંથી ભારતીય વાયુસેનામાં ઘુસવા માંગતા હતા.
જોકે તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવાયા હતા અને પાક વિમાનો મેંઢર વિસ્તાર તરફથી પોતાની સીમામાં પાછા ભાગ્યા હતા.જોકે વાયુસેના કે સરકાર તરફથી આ ઘટનાને હજી સમર્થન અપાયુ નથી.આજની ઘટનાએ ફરી દર્શાવ્યુ હતુ કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ બેહદ મજબૂત છે.
ગઈકાલે પણ પાકિસ્તાની વિમાનોએ ભારતના સૈન્ય સ્થળોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી.આ પ્રયાસને પણ એલર્ટ વાયુસેનાન મિગ 21 વિમાનોએ નિષ્ફળ બનાવ્યો હતો.
Comments
Post a Comment