ટ્રમ્પનો દાવો, અમેરિકા અને ભારત વચ્ચે તંગદિલી હળવી થશે, અમેરિકા કરી રહ્યુ છે મધ્યસ્થી

નવી દિલ્હી,તા.28.ફેબ્રઆરી 2019, ગુરુવાર

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સ્ફોટક પરિસ્થિતિ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે બહુ જલ્દી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી હળવી થશે.

ટ્રમ્પે અમેરિકા બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી રહ્યુ હોવાનો દાવો કરીને કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન તરફથી એક સારી ખબર આવી રહી છે.બંને દેશો વચ્ચે કેટલાક સમયથી તનાવ છે અને આ મામલાનો ઉકેલ લાવવા માટે અમે મધ્યસ્થા કરી રહ્યા છે.બહુ સારા અહેવાલો મળી રહ્યા છે.

હાલમાં ડોનાલ્ટ ટ્રમ્પ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ સાથે મંત્રણા કરવા માટે વિયેટનામમાં છે.જ્યાંથી તેમણે ઉપરોકત્ નિવેદન આપ્યુ છે.

ઉલ્લેખનીય છે કે પુલવામામાં થયેલા હુમલાની અમેરિકાએ નિંદા કરી હતી.પાકિસ્તાનને આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.મહત્વની વાત એ છે કે ટ્રમ્પે કહ્યું હતું કે ભારતે પોતાના જવાનોને મોટી સંખ્યામાં ગુમાવ્યા છે અને તે બહુ મોટી કાર્યવાહી કરી શકે છે.ટ્રમ્પના નિવેદનના બે દિવસ બાદ જ ભારતે એર સ્ટ્રાઈક કરી હતી.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ભારતની એર સ્ટ્રાઈકને સમર્થન આપ્યુ હતુ.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની