પાકિસ્તાનના ઘરોમાં પણ ભારત કરી શકે છે ડોકિયુ, 87 ટકા પાકિસ્તાન ISROની નજરમાં

નવી દિલ્હી,તા.28.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

સ્પેસ ટેકનોલોજીમાં દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડનાર ઈસરો(ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ભારતને વ્યૂહાત્મક રીતે પણ બહુ કામ લાગી રહ્યુ છે.

ઈસરોના સેટેલાઈટ્સ પાકિસ્તાનના 87 ટકા વિસ્તાર પર નજર રાખી શકે છે અને હાઈ ડેફિનેશન ક્વોલિટીની તસવીરો ખેંચી શકે છે.જેના કારણે સર્જિકલ સ્ટ્રાઈક જેવા ઓપરેશનમાં ઈસરોના સેટેલાઈટ્સની તસવીરો મહત્વપૂર્ણ સાબીત થાય છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભારતના સેટેલાઈટસ પાકિસ્તાન સહિતના 14 દેશોની 55 લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારનુ મેપિંગ કરી શકે છે.જોકે એક સૂત્રે કહ્યુ હતુ કે ઈસરો પોતાન ઈનપુટ સુરક્ષા એજન્સીઓને કાર્ટોસેટ સેટલાઈટ થકી આપે છે.જેના પર અમે કોમેન્ટ કરી શકીએ તેમ નથી.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારના અંતરિક્ષ વિજ્ઞાન મંત્રીએ 17 જાન્યુઆરીએ કહ્યુ હતું કે, ભારત પાકિસ્તાનના ઘરોમાં પણ ડોકિયુ કરી શકે છે.આ વાત મજાક નથી.ભારતની ઈન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ પાકિસ્તાનના ઘરોની અંદર અને ગેલેરીમાં પણ બધુ જોઈ શકે છે.

ભારતીય વાયુસેના પણ ઈસરોથી ખુશ છે.વાયુસેનાના એક ઉચ્ચાધિકારીએ ગયા સપ્તાહે કહ્યુ હતુ કે શું એરફોર્સને વધારે સેટેલાઈટની જરુર છે?હા, પણ અમારી 70 ટકા જરુરિયાતો અત્યારે પુરી થઈ રહી છે.આ દિશામાં આપણે યોગ્ય ટ્રેક પર છે.

સુરક્ષાદળોની સહાયતા માટે ઈસરોના કાર્ટોસેટ સિરિઝ ઉપરાંત જીસેટ-7, જીસેટ-7એ, માઈક્રોસેટ, રીએસટ, આઈઆરએનએસએસ સેટેલાઈટ પણ તૈનાત કરાયા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે