નિર્મલા સીતારામન માટે વધુ એક માઠા સમાચાર નવી દિલ્હી,તા.30 સપ્ટેમ્બર 2019, સોમવાર નિર્મલા સીતારામન માટે એક સાંધે ત્યા તેર તૂટે એવી હાલત છે. માંદલા અર્થતંત્રને બચાવવા નિર્મલા રાહતોની લહાણી કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ માઠા સમાચારો આવતા જ જાય છે. સોમવારે એ માઠા સમાચાર આવ્યા કે, દેશના અર્થતંત્ર માટે મહત્વનાં કહેવાય તેવાં આઠ મોટાં ક્ષેત્રોમાં ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન ઘટયું છે. કોલસો, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, સીમેન્ટ, રીફાઈનરી પ્રોડક્ટ્સ, ફટલાઈઝર, સ્ટીલ અને વીજળી એ આઠ મોટાં ક્ષેત્રોમાં નકારાત્મક વિકાસ દર નોંધાયો છે. ગયા વર્ષે આ આઠ ક્ષેત્રોમાં ઓગસ્ટ મહિનામાં ૪.૭ ટકા વિકાસ દર નોંધાયો હતો. આ નકારાત્મક વિકાસ દરનું કારણ ઉત્પાદ ક્ષેત્રની મંદી છે. દેશમાં ઉત્પાદન ઘટતું જાય છે કેમ કે માલની ખપત નથી અને અમેરિકામાં થતી નિકાસ અટકી ગઈ છે. તેના કારણે મહત્વનાં આઠ ક્ષેત્રોનાં ઉત્પાદનોનો વપરાશ ઘટયો છે. આથક નિષ્ણાતો આ વાતને ગંભીર ગણાવે છે. આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો જંગી પ્રમાણમાં રોજગારી આપતાં આ ક્ષેત્રોમાં પણ છટણી શરૂ થશે. તેના પરિણામે બેરોજગારી વધશે ને બેરોજગારી વધશે તેથી અર્થતંત્રની હાલત વધારે ખ...