ભાવ વધારો કાબૂમાં લાવવા ડુંગળીની નિકાસ પર સરકારે લગાવી રોક
નવી દિલ્હી, તા. 29. સપ્ટેમ્બર, 2019 રવિવાર
દેશમાં ભડકે બળી રહેલા ડુંગળીના ભાવોને રોકવા માટે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે.
દેશના વ્યાપાર અને વાણિજ્ય મંત્રાલયે કહ્યુ છે કે, જ્યાં સુધી નવો આદેશ ના આવે ત્યાં સુધી ડુંગળીની નિકાસ પર રોક લગાવાયેલી રહેશે.
દેશમાં ડુંગળીના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે ડુંગળી પ્રતિ કિલો 80 થી 90 રુપિયા સુધીના ભાવે વેચાઈ રહી છે.કેન્દ્ર સરકારના અન્ન્ અને પૂરવઠા મંત્રી રામવિલાસ પાસવાન કહી ચુક્યા છે કે, ડુંગળીનો 50000 ટન બફર સ્ટોક મોજૂદ છે.જેને બજારોમાં ઠાલવીને ભાવ કાબૂમાં લેવાની કોશિશ કરી રહી છે.
કેન્દ્ર સરકારે જે ભાવ જાહેર કર્યા છે તે પ્રમાણે દિલ્હી, મુંબઈ અને લખનૌમા ડુંગળીની કિંમત 60 રુપિયા કિલો છે.ચેન્નાઈમાં 42 રુપિયે અને પોર્ટ બ્લેરમાં 80 રુપિયે કિલો છે.
ડુંગળી પકવતા રાજ્યોમાં વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ડુંગળીના સપ્લાય પર અસર પડી છે.જેના કારણે ડુંગળીના ભાવમાં થઈ રહેલો વધારો લોકોને રડાવી રહ્યો છે.
Comments
Post a Comment