ચીનમાં પૂર્વ મેયરના ઘરમાંથી મળી 11793 કિલો સોનાની ઈંટો

બેઈજિંગ,તા. 29. સપ્ટેમ્બર 2019 રવિવાર 

જે રીતે ભારતમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે તે રીતે ચીનમાં પણ અમુક અંશે ભ્રષ્ટાચાર છે. ફરક એટલો છે કે ચીનમાં જો કોઈ ભ્રષ્ટાચાર કરતા પકડાય તો તેને આકરી સજા થાય છે.જ્યારે ભારતમાં મોટા માથા પકડાયા પછી પણ છુટી જતા હોય છે.

ચીનમાં ડનઝોઉ પ્રાંતમાં એક પૂર્વ મેયર જાંગ ક્વીના ઘરમાંથી પોલીસને 4700 કરોડ રુપિયાની કિંમતની 11793 કિલો વજનની સોનાની ઈંટો હાથ લાગ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.

જાંગનુ ઘર હજારો સ્કેવરફૂટમાં ફેલાયેલુ છે.જેમાં જાંગે લાંબા સમયથી સોનાની ઈંટો છુપાવેલી હતી.પોલીસને આ અંગે જાણકારી મળ્યા બાદ તેના ઘર પર દરોડો પાડ્યો હતો.આ દરમિયાન બેઝમેન્ટમાંથી સોનાની ઈંટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.સાથે સાથે પોલીસને મોટા પાયે રોકડ રકમ પણ મળી હતી.

જોકે હવે પૂર્વ મેયરની ધરપકડ કરવામાં આવી છે.સ્થાનિક મીડિયાનુ કહેવુ છે કે, પૂર્વ મેયરે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને સોનુ અને બીજી મિલકતો વસાવી છે. જેના કારણે હવે પૂર્વ મેયરને મોતની સજા પણ થઈ શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે