'ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ', ટોપ 20 દેશોની યાદીમાં ભારત
નવી દિલ્હી, તા. 29. સપ્ટેમ્બર, 2019 રવિવાર
વ્યવસાય કરવા માટેની સરળતા એટલે કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના ક્ષેત્રમાં સૌથી વધુ સુધારા કરનારા દેશોની યાદીમાં ભારતનો દેખાવ સુધર્યો છે.
ભારતે ઈઝ ઓફ ડુઈંગ માટે સુધારા કરનાર ટોપ 20 દેશોની યાદીમાં સ્થાન મેળવી લીધુ છે.ઈઝ ઓફ ડુઈંગના ભાગરુપે નવો બિઝનેસ કરવામાં, દેવાળુ કાઢવાના મામલામાં સમાધાન કરવામાં, અન્ય દેશો સાથે વેપાર તેમજ બાંધકામની પરવાનગી આપવામાં ભારતે કંપનીઓ માટે આસાની કરી છે.
વિશ્વ બેન્કે ટોપ 20 દેશોનુ લિસ્ટ જાહેર કર્યુ છે.જોકે ફાઈનલ રેન્કિંગ 24 ઓક્ટોબરે જાહેર કરાશે.આ લિસ્ટમાં ચીન, મ્યાનમાર અને બાંગ્લાદેશ પણ સામેલ છે.
2018માં ભારત આ લિસ્ટમાં 77મા સ્થાને હતુ.એ પહેલા 2017માં ભારતનો ક્રમ 100મો હતો.જોકે હવે ભારતે મોટી છલાંગ લગાવી છે.મંદીના કારણે ટીકાઓનો સામનો કરી રહેલી મોદી સરકાર માટે આ એક રાહતના સમાચાર છે.
એવુ મનાઈ રહ્યુ છે કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના કારણે ભારતમાં વિદેશી કંપનીઓ મૂડી રોકાણ કરવા માટે લલચાશે.
Comments
Post a Comment