ઇમરાનના ભડકાઉ ભાષણની અસર કાશ્મીરમાં હિંસા, ગ્રેનેડ હુમલો
શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો કરનારા આતંકીઓ ફરાર, મોટા પ્રમાણમાં તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું
શ્રીનગર, તા. 29 સપ્ટેમ્બર, 2019, રવિવાર
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણમાં અતી ભડકાઉ નિવેદનો કર્યા હતા. ખાસ કરીને કાશ્મીરીઓને ભડકાવવાનો પ્રયાસ ઇમરાન ખાને કર્યો હતો.
જેને પગલે હવે તેના આ ભડકાઉ ભાષણની અસર કાશ્મીરમાં પણ થવા લાગી છે. ઇમરાનના આ ભાષણના બીજા જ દિવસે કાશ્મીરમાં હિંસાની અનેક ઘટનાઓ સામે આવી હતી જેને પગલે ફરી પ્રતિબંધો લગાવવા પડયા હતા.
ખાસ કરીને શ્રીનગરમાં સિૃથતિ વધુ કફોડી બની હતી, જેને પગલે સવારે જ સૈન્યએ જાહેરાત કરી દીધી હતી કે કેટલાક વિસ્તારોમાં અતી સંવેદનશિલ સિૃથતિ હોવાથી ત્યાં ફરી કરફ્યૂ લગાવવામાં આવે છે.
લોકોને વિનંતી કરી હતી કે કરફૂય લગાવવામાં આવ્યો હોવાથી તેનો ભંગ ન કરવામાં આવે. ખાસ કરીને જે જુનુ શ્રીનગર છે ત્યાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીંના લાલ ચોકમાં આવેલા એક દુકાનદાર ફયાઝ એહમદે જણાવ્યું હતું કે મને પોલીસે કહ્યું છે કે હાલ સિૃથતિ કફોડી હોવાથી દુકાનોને ખોલવામાં ન આવે.
બીજી તરફ શ્રીનગરના નવાકડાલ વિસ્તારમાં એક ગ્રેનેડ હુમલો થયો હોવાનું શ્રીનગરના એસપી સજ્જાદ શાહે કહ્યું હતું. જોકે આ ગ્રેનેડ હુમલામાં કોઇ જાનહાની થઇ હોવાના અહેવાલો નથી. અનેક વિસ્તારોમાં આતંકીઓ અને અલગાવવાદીઓએ પોસ્ટરો લગાવી લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
અહીંના મેંધાર વિસ્તારમાં આતંકી સગઠન અલ બદ્ર મુજાહિદ્દીન દ્વારા લગાવવામાં આવ્યા હતા. જોકે પોલીસનું ધ્યાન જતા આ પોસ્ટરોને તાત્કાલીક ધોરણે હટાવી લેવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં સૃથાનિક વ્યાપારીઓ, કર્મચારીઓ અને ટ્રાન્સપોર્ટર તેમજ પેટ્રોલ પંપના માલિકોને ચેતવણી આપવામાં આવી હતી.
પોલીસે આ પોસ્ટરો લગાવનારા કેટલાક શંકાસ્પદોની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. શ્રીનગરમાં જે ગ્રેનેડ હુમલો થયો છે તે આતંકીઓ દ્વારા જ કરવામાં આવ્યો હોવાની શંકા છે, જેને પગલે હાલ જુના શ્રીનગરમાં મોટા પ્રમાણમાં તપાસ અભિયાન જારી કરવામાં આવ્યું છે. આતંકીઓ સૃથાનિકોના ઘરોમાં ઘુસી ગયા હોવાની શક્યતાઓ છે તેથી તેની પણ સઘન તપાસ ચાલી રહી છે.
Comments
Post a Comment