ઈમરાને આખરે સ્વીકાર્યુ, કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વાત કોઈ સાંભળી રહ્યુ નથી

ઈસ્લામાબાદ, તા. 29. સપ્ટેમ્બર, 2019 રવિવાર

પાકિસ્તાનના વડાપ્રધાન  ઈમરાનખાને ભારે ધમપછાડા કર્યા બાદ સ્વીકાર્યુ છે કે, કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રિય સ્તરે કોઈ દેશ મહત્વ આપી રહ્યો નથી.

ઈમરાને કહ્યુ હતુ કે, છેલ્લા 6 વર્ષમાં ભારતની નીતિમાં ધરખમ ફેરફારો આવ્યા છે અને ભારત બહુ ઝડપથી હજી પણ બદલાઈ રહ્યુ છે.કાશ્મીરમાં કલમ 370 દૂર કર્યા બાદ હવે હું પીએમ મોદી સાથે મુલાકાત કરવા માંગતો નથી.

જોકે ઈમરાનખાન ગમે તે કહે પણ ભારતે પહેલા જ પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદ ફેલાવવાનો બંધ ના કરે ત્યાં સુધી કોઈ પ્રકારની મંત્રણા કરવાનો ઈનકાર કરી દીધેલો છે.

ઈમરાનખાને એક મીડિયાને આપેલી મુલાકાતમાં વધુમાં કહ્યુ હતુ કે, ભારતને દુનિયાભરના નેતાઓ એક અબજથી વધારે લોકોવાળા માર્કેટ તરીકે જુએ છે.આ એક દુખદ વાત છે.પીએમ મોદી કાશ્મીર મુદ્દે બીજા કોઈ દેશની મધ્યસ્થતા ઈચ્છતા નથી.તેઓ કહે છે કે, આ તો ભારત અને પાકિસ્તાનનો આંતરિક મામલો છે.બીજી તરફ તેઓ અમારી સાથે વાત કરવા માંગતા નથી.આમ આખી વાત ગોળ ગોળ ફરી રહી છે.

ઈમરાને કહ્યુ હતુ કે, મને લાગે છે કે આખરે આંતરરાષ્ટ્રિય સમુદાય ગમે ત્યારે પણ આ મુદ્દા પર ધ્યાન આપશે.પહેલી વખત એવુ છે કે, પરમાણુ શસ્ત્રો ધરાવતા બે દેશો આમને સામને છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે