ફોન ના ચાલતા હોય એટલે માનવધિકારોનો ભંગ ના કહેવાયઃ અમિત શાહ

નવી દિલ્હી, તા. 29. સપ્ટેમ્બર, 2019 રવિવાર

ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાના નિર્ણયની ટીકા કરનારાઓને જવાબ આપતા આજે કહ્યુ હતુ કે, હવે સમય આવી ગયો છે કે, દેશનો સાચો ઈતિહાસ લખવામાં આવે.

પૂર્વ સિવિલ સર્વિસ ઓફિસર્સ દ્વારા નહેરુ મેમોરિયલ લેકચર સિરિઝમાં અમિત શાહે વકતવ્ય આપતા કહ્યુ હતુ કે, દેશ આઝાદ થયો ત્યારે 630 રજવાડા એક કરવામાં કોઈ સમસ્યા નહોતી નડી પણ જમ્મુ કાશ્મીરને એક કરવામાં 2019 સુધી રાહ જોવી પડી હતી. દેશના રજવાડાઓને એક કરવાનુ કામ જો સરદાર પટેલ ના હોત તો ના થઈ શકત.

તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીરના ઈતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે.જેમણે આ મુદ્દે ભુલો કરી હતી તેમણે જ ઈતિહાસ લખ્યો હોવાથી લોકોને ભૂલોની ખબર પડી જ નથી.હવે સાચો ઈતિહાસ લખવાનો સમય આવી ગયો છે.

હજી કાશ્મીરમાંથી કલમ 370 હટે બે મહિના નથી થયા ત્યાં તો લોકો ધરપકડોને લઈને કાગારોળ મચાવી રહ્યા છે. કોંગ્રેસે તો શેખ અબ્દુલ્લાને 11 વર્ષ જેલમાં રાખ્યા હતા.તે વખતે કઈ કલમ હતી. આજે કોંગ્રેસને તેમની ચિંતા થાય છે.

અમિત શાહે સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, 370 કલમના કારણે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદનો સિલસિલો શરુ થયો હતો. જેમાં 41000 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. માનવધિકારીની વાત ઉઠાવનારાઓએ મોતને ભેટેલા લોકોની વિધવાઓ અને તેમના અનાથ થયેલા બાળકોની ચિંતા કરી છે ખરી?

કોઈ વિસ્તારમાં ફોન ચાલતા ના હોય તો તે માનવધિકારીનુ ઉલ્લંઘન નથી.લોકો કહે છે કે, 370 હટશે તો કાશ્મિરિયત ખતમ થઈ જશે.હું પૂછું છું કે ગુજરાતમાં કલમ 370 નથી તો શું ગરબા ખતમ થઈ ગયા? કર્ણાટકમાં કન્નડ સંસ્કૃતિ ખતમ થઈ ગઈ? સત્ય તો એ છે કે, કલમ 370 લગાવીને કાશ્મીરી સંસ્કૃતિને દેશમાં પ્રસરતી અટકાવાઈ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે