દિવાળીએ શરૂ કરો 'ઘર કી લક્ષ્મી અભિયાન', PM મોદીની લોકોને અપીલ

નવી દિલ્હી, તા. 29. સપ્ટેમ્બર, 2019 રવિવાર

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની બીજી ઈનિંગમાં આજે ફરી એક વખત રેડિયો પર મન કી બાત કાર્યક્રમ થકી લોકોને સંબોધન કર્યુ હતુ.

પીએમ મોદીએ વિવિધ મુદ્દા પર લોકો સાથે વાત કરી હતી.તેમણે લોકોને તહેવારોની શુભેચ્છા પાઠવતા કહ્યુ હતુ કે, તહેવારોનો અસલી આનંદ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો છે.તેમના જીવનમાંથી અંધારુ દુર કરવાનો છે.

દિવાળીમાં લક્ષ્મી પૂજાનો ઉલ્લેખ કરીને તેમણે લોકોને ભારત કી લક્ષ્મી અભિયાન ચલાવવાની અપીલ કરી હતી.તેમણે લોકોને કહ્યુ હતુ કે, જે રીતે દીકરીઓના સન્માનમાં સોશ્યલ મીડિયા પર સેલ્ફી વિથ ડોટર અભિયાન ચલાવ્યુ હતુ તે રીતે ભારત કી લક્ષ્મી અભિયાન ચલાવો.

તેમણે લોકોને બે ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેના અભિયાનમાં જોડાવાની અપીલ કરતા કહ્યુ હતુ કે, આજે ભારતે પર્યાવરણ માટે જે રીતે વિશ્વમાં આગેવાની કરી છે તે જોઈને બીજા દેશો ભારત પર નજર રાખી રહ્યા છે.મને વિશ્વાસ છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર રોક લગાવવા માટે લોકો આગળ આવશે.

તેમણે યુવાઓને અપીલ કરી હતી કે, ટીનએજર્સ ફેશનના રવાડે ચઢીને ઘણી વખત તમાકુ અને સ્મોકિંગ કરવા માંડે છે અને પછી તેની લતનો શિકાર બને છે.તમાકુ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.ઈ સિગારેટ માટે કોઈ ભ્રમ રાખવાની જરુર નથી.તે સિગારેટ જેટલી જ નુકસાનકારક છે.

પીએ મોદીએ સિસ્ટર મરિયમ થ્રેસિયાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, દેશને તેમના પર ગર્વ છે.50 વર્ષના પોતાના જીવનમાં તેમણે માનવતાની ભલાઈ માટે જે કામ કર્યા છે તે આખી દુનિયા માટે ઉદાહરણીય છે.13 ઓક્ટોબરે પોપ ફ્રાન્સિસ મરિયમ થ્રેસિયાને સંત જાહેર કરશે તે દરેક ભારતીય માટે ગર્વની વાત હશે.

યુએસ ઓપનમાં રનર્સ અપ બનેલા રશિયન ટેનિસ ખેલાડી ડેનિલ મેડવેડેવના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 23 વર્ષના આ ખેલાડીના ભાષણે દરેકને પ્રભાવિત કર્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો