ઉત્તર પ્રદેશ - બિહારમાં વરસાદનો હાહાકાર : 42નાં મોત


બિહારના પટનામાં મંગળવાર સુધી સ્કૂલો બંધ રાખવા તંત્રનો આદેશ  ટ્રેન વ્યવહાર રદ, નીતીશ કુમારે તાત્કાલિક બેઠક બોલાવી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.28 સપ્ટેમ્બર, 2019, શનિવાર

વરસાદે શનિવારે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ચાર રાજ્યોમાં ભારે વિનાશ વેર્યો હતો. વરસાદ સંબંધિત ઘટનાઓમાં શનિવારે દેશમાં કુલ 42 લોકોના મોત નીપજ્યાં હતાં, જેમાં ભોગ બનેલાની સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશના લોકોની છે.

બીજીબાજુ બિહારમાં મૂશળધાર વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાતાં પાટનગર પટના સહિત અનેક શહેરોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. બિહારની અનેક હોસ્પિટલોમાં પાણી ભરાતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઉપરાંત નીતિશ સરકારના બે મંત્રીઓના બંગલાઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

ઉત્તર પ્રદેશમાં શુક્રવારથી પડતા ભારે વરસાદને કારણે 35 લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું. રાજ્યમાં શનિવારે વરસાદ સંબંિધત વિવિધ ઘટનાઓમાં 25 લોકોના મોત નીપજ્યાં હતાં.

હવામાન  વિભાગે જણાવ્યું હતું કે રાજ્યના પૂર્વીય વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ સિવાય રાજસૃથાનમાં પણ વરસાદને કારણે ત્રણ લોકોના જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં એકનું મોત નીપજ્યું હતું.

બિહારમાં શુક્રવારથી પડતા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા રેલવે ટ્રાફિક, સ્વાસ્થ્ય સેવાઓ અને શાળાઓ પર અસર થઈ છે.

બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સુશિલ કુમાર મોદી, માર્ગ બાંધકામ મંત્રી નંદ કિશોર યાદવ અને ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીના નિવાસસૃથાનો પણ પાણી ભરાઈ જતા ટાપુ સમાન બની ગયા હતા.

હવામાન વિભાગે પટનામાં 30મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. પટના જિલ્લા વહીવટી તંત્રે મંગળવાર સુધી બધી જ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે.

પટનામાં બીજા ક્રમની સૌથી મોટી હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા હતા. એ જ રીતે ગરદાનિબાગ હોસ્પિટલમાં પણ પાણી ભરાતા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.  મુખ્યમંત્રી નીતિશ કુમારે અિધકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફત બેઠક કરી હતી અને રાજ્યમાં વરસાદ સંબંિધત ઘટનાઓની માહિતી મેળવી હતી.

શુક્રવારે રાજ્યમાં 50 મીમી વરસાદ પડયો હતો જ્યારે વૈશાલી અને નવાડા જિલ્લાઓમાં 200 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સલામત સૃથળે ખસેડવા નિર્દેશો આપ્યા હતા.

પૂર્વીય મધ્ય રેલવેના અિધકારીઓએ જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાઈ જતાં સવારના સમયે દરભંગા-સમસ્તિપુર સેક્શનમાં રેલવે ટ્રાફિક બંધ કરી દેવાયો હતો. પરીણામે ત્રણ ટ્રેનો અટવાઈ ગઈ હતી. એનડીઆરએફે જણાવ્યું હતું કે તેની 18 ટીમોએ ભારે વરસાદવાળા જિલ્લાઓમાં બચાવ કામગીરી શરૂ કરી હતી અને અનેક લોકોને બચાવી લેવાયા હતા. 

રાજસૃથાનમાં પણ ભારે વરસાદને કારણે ત્રણ લોકોના મોત નીપજ્યાં હતાં. ઉદયપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે એક સરકારી શાળાની દિવાલ તૂટી પડતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતાં. આ ઘટના થોબવારાની ગવર્મેન્ટ મીડલ સ્કૂલમાં ર્જાઈ હતી.

શુક્રવારે મૂશળાધર વરસાદને કારણે શાળામાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના સામ્બ જિલ્લામાં 22 વર્ષની એક મહિલાનંધ વીજળી પડતાં મોત નીપજ્યું હતું. જમ્મુના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. હિમાચલ પ્રદેશમાં શનિવારે હળવો વરસાદ નોંધાયો હતો.

દરમિયાન કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કૃષ્ણા નદી જોખમી સ્તરથી ઉપર વહેવા લાગી હતી. આથી નદી પર આવેલા અનેક ડેમના દરવાજા ખોલી નંખાયા હતા. હવામાન વિભાગે જણાવ્યું કે રવિવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદના પગલે ઉભરાયેલા નાળામાં પડતાં ત્રણના  મોત

મધ્ય પ્રદેશના સીઓની જિલ્લામાં વરસાદના પગલે ઉભરાઇ ગયેલા નાળામાં પડતા એક કોન્સટેબલ સહિત ત્રણ જણાના મોત થયા હતા,એમ પોલીસે આજે કહ્યું હતું. આ ઘટના શુક્રવારે રાત્રે ઘનસોર- કેદારપુર રોડ પર બની હતી. ગુજરી ગયેલા ત્રણેના શબ નાળાથી આશરે એક કિમી દૂર મળી આવ્યા હતા. માર્યા ગયેલાઓને પોલીસ કોન્સટેબલ નિહાલ સિંહ  સહારે તેમજ બે અન્ય સૃથાનિકો સુમત ભાગડિયા અને શ્યામલાલ ધુરવે તરીકે ઓળખવામાં આવ્યા હતા.

 કિનદરાઇ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ ઇશ્વરી પાટલેએ  કહ્યું હતું કે ઘટના આશરે રાત્રે સાડા દસ વાગે બની હતી. સહારે જબલપુર હાઇકોર્ટમાં  કેસ ડાયરી સોંપીને મોટરબાઇક પર પોતાના ઘર ઘનસોર પરત ફરી રહ્યો હતો. તેમણે ધુરવે અને ભાગડીયાને પણ બાઇક પર બેસાડી લીધા હતા અને તેઓ કિનદરાઇ જઇ રહ્યા હતા.' રાજ્યમાં સતત ભારે વરસાદ પડી રહ્યો હતો અને નાળાના પાણીનું સ્તર ખૂબ ઉંચું થઇ ગયું હતું. નાળાને ક્રોસ કરતી વખતે ભારે કરન્ટના કારણે બાઇક પાણીમાં ખંચાઇ ગઇ હતી'એમ તેમણે કહ્યું હતું. મધ્ય પ્રદેશમાં છેલ્લા પંદરેક  દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે નદીઓ અને નાળાઓ છલકાઇ ગયા હતા તેમજ અનેક મિલકતોને નુકસાન પણ થયું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો