ગાંધીનોમિક્સ: મોદીનોમિક્સ સ્વદેશી ચીજો અને ઇ કોમર્સનો મોહ


બુધવારે ગાંધી જ્યંતિ છે. ગાંધીજીના સમયકાળમાં કરકસર કરનાર ગાંધી સમર્થક મનાતો હતો. આજે કરકસર કરનારને વેદીયાની યાદીમાં સમાવાય છે. જોકે જેમ કૌટુંબીક સ્તરે કરકસર મહત્વની છે એમ દેશના વહિવટકારોએ પણ તેનો અમલ કરવો જોઇએ. ગાંધીજી કરકસરને એક ગુણ કહેતા હતા. ૧૯૫૦માં ભારતની વસ્તિ ૩૫૦ મિલીયન હતી આજે ૧.૩ અબજ છે. ગાંધી વિચારવાળું અર્થ તંત્ર આજે સુસંગત નથી કેમકે આઝાદી સમયની લોકોની ડિમાન્ડ અને આજની ડિમાન્ડમં આસમાન જમીનનો ફર્ક છે.

ગાંધી કાળમાં વિદેશી કપડાંની હોળી કરાતી હતી આજે વિદેશી બ્રાન્ડ માટે લોકો મોં માગ્યા પૈસા ચૂકવે છે. બ્રાન્ડેડ ચીજો જ પહેરતો એક વર્ગ ઉભો થયો છે તો  એકજ પહેરણ એક અઠવાડીઆ સુધી પહેરવા સિવાયનો કોઇ વિકલ્પ ના હોય એવો પણ એક વર્ગ છે. 

ગાંધી કાળ અને મોદી કાળ વચ્ચેનો સોથી મોટો ફર્ક વિદેશી ચીજોનો છે. વિદેશી ઉત્પાદનોને નહીં અપનાવવાની કે તેમને ભારતમાં પગ નહીં મુકવા દેવાના આંદોલનો કરીને ઘણા લોકો નેતા બની ગયા હતા તો હવે ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ માટે લાલ જાજમ બિછાવાય છે અને વિદેશી રોકાણ લાવી આપનારાને એવોર્ડ અપાય છે. 

સમયની માંગ સાથે વર્તમાન સરકાર ચાલી રહી છે. એવું નહીં કરનારાની ગાડી ઉથલી પડે છે તેનું સૌથી મોટું ઉદાહરણ દેશના ડાબેરી વિચારકો છે. તેમની સાથે જોડાયેલા સમર્થકો પણ માથું કૂટી રહ્યા છે. 

દેશ આઝાદ થયો પછીના ત્રણ દાયકા સુધી દેશના વિકાસમાં ધ્યાન નહીં આપનારા નેતાઓના કારણે દેશમાં ગરીબી ઘર કરી ગઇ છે. આઝાદીના સાત દાયકા પછીની સરકારો એ લોકોની સુખાકારી માટે કરોડો જાજરુ બનાવવા પડે તે કમનસીબી કહી શકાય.

આજે આપણે પાંચ ટ્રીલીયનની ઇકોનોમી માટે તૈયારી કરીએ છીએ પરંતુ ૧૯૫૦ના સમયની વાત કરીએ તો ત્યારે ૩૦.૬ અબજમાં આપણે રમતા હતા, ૨૦૧૭માં આપણે ૨.૧ ટ્રીલીયન પર સવારી કરતા હતા. ૨૦૨૫ સુધીમાં ભારત પાંચ ટ્રીલીયનની ઇકોનોમી માટે ચીપીયો પછાડી રહ્યું છે. ભારતનું અર્થ તંત્ર આગળ વધે છે પણ પાયાનો માણસ ત્યાંનો ત્યાંજ રહે છે.

સરકારના સ્વચ્છતા અભિયાન પાછળ ગાંધી વિચાર રહેલો છે. ભારતનું રાજકારણ એટલી ઝડપથી સત્તા લક્ષી બની ગયંુ છે કે તેમાં અનેક વિચારોની બાંધછોડ કરવી પડે છે. ભારત આઝાદ થયે સાત- સાત દાયકા પછી પણ અંધ શ્રધ્ધા અને ભૂવાઓના ડાકલાં સંભળાયા કરે એ કેવું?

ભારત આઝાદ થયો ત્યારે ૬૦ ટકા લોકો કૃષિ આધારીત જીવન જીવતા હતા. આજે તેમાં ૧૩ ટકા ઘટાડો નોંધાયો છે. જેને જગતના તાતનું બિરુદ અપાયું હતું તે કિસાન બાપડો બિચારો થઇને ફરે છે. ૧૯૪૭માં વસ્તી વધારવા માટે સલાહ અપાતી હતી આજે  બે બસની વાતો પ્રભાવી બની છે. 

ગાંધી વિચાર સુખાકારીને વરેલો હતો, સંઘર્ષને વરેલો હતો અને દેશમાટે મરી ફીટવાની ભાવના વાળો હતો. આમાનું કશું બજારમાં કે ઓનલાઇન નથી મળતું. 

ગાંધી કાળમાં ત્રાસવાદ નામનો કોઇ શબ્દ નહોતો પરંતુ પાયાની ઇકોનોમી પર કોઇ ધ્યાન રખાયું નહોતું તે પણ હકીકત છે. ગાંધીજીની વિદાય પછી ગાંધી વિચાર દર બીજી ઓક્ટોબરે પોપ અપ થાય તે કમનસીબી કહી શકાય.  

બાપુ કોઇના નથી. તેમના ગુણગાન ગાનારાઆએેે તેમના વિચારો અમલમાં મુકવાના બદલે ગાંધી વિચારને વટાવ્યો હતો. ખાદીનો શર્ટકે ખાદીનો પેન્ટ પહેરવાથી ગાંધી વિચાર મનમાં આકાર લેશે એવી માન્યતાના શિકાર ઘણા લોકો થઇ રહ્યા છે. 

ગાંધી આવકાર્ય છે પણ આઝાદી પછી તે વિચારનો અમલ કરવાના બદલે તેનો રાજકીય ઉપયોગ વધુ થયો છે. સત્તા મેળવવા માટે ગાંધી વિચારની સીડી બનાવી દેવામાં આવતી હતી. ઘણાંને ગાંધી બાપુનું નામ વટાવી લેવાની ફાવટ આવી ગઇ હતી પણ કોઇ ગાંધી વિચારને વળગી રહ્યા નહોતા. ગાંધીજીનું જીવન  એજ તેમનો સંદેશ છે.

આજના ભારત પાછળનો ધબકાર ગાંધી વિચાર છે તે ભૂલવું ના જોઇએ.ગાંધી વિચારના અર્થ તંત્ર પાછળ સાદાઇ તેમજ ગ્રામ જીવનનો ઉધ્ધાર જોવા મળતો હતો. તાજેતરમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને આપેલા બજેટમાં ગામડાના અર્થતંત્રના સુધારા પર ભાર મુક્યો હતો. ક્યારેક ક્યાંક ગાંધી વિચાર વિજળીની જેમ ઝબકે છે પણ ફરી પાછું અંધારું ભખ્ખ થઈ જાય છે. 

સાદાઇ અને કરકસર ધ્વારા પણ અર્થ તંત્રને વેગ આપી શકાય એવી ગાંધી કાળની વાતને મોદી કાળમાં અપનાવવાનો મુદ્દો  કોઇએે વડાપ્રધાન સુધી પહોંચાડવો જોઇએ.

- પ્રસંગપટ

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો