સરહદે પાકિસ્તાનનો ભારે તોપમારો ગામડામાં ભયંકર નુકસાન : છ ઘાયલ


આંતરરાષ્ટ્રીય સરહદેથી બીએસએફનો જવાન લાપતા

શ્રીનગર, તા. 29 સપ્ટેમ્બર, 2019, રવિવાર

જમ્મુ કાશ્મીરના પૂંચમાં પાકિસ્તાન દ્વારા ફરી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં પાકિસ્તાને ભારતીય ગામડા અને સૈન્યની ચોકીઓને નિશાન બનાવી હતી.

સંરક્ષણ ક્ષેત્રના પ્રવક્તાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે બપોરે સાડા ત્રણ કલાકે પાકિસ્તાને મેંધાર સેક્ટરના બાલાકોટમાં ભારે તોપમારો કરી સૃથાનિક ગામોને નુકસાન પહોંચાડયું હતું. આ ગોળીબારમાં છ નાગરિક ઘાયલ થયા હતા. આ વર્ષે જ પાકિસ્તાને 2000 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે.  

છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ તેનું પ્રમાણ વધી ગયુ છે. બીજી તરફ સરહદે સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. રવિવારે પાકિસ્તાની સૈન્યએ જે ગોળીબાર કર્યો હતો તેનો ભારતીય જવાનોએ પણ આક્રામક જવાબ આપ્યો હતો. પાકિસ્તાનની ચોકીઓ પર જવાબી કાર્યવાહીમાં ભારતીય સૈન્યએ પણ આક્રામક રીતે ગોળીબાર કર્યો હતો.  

સાથે જ ભારતે પાકિસ્તાન પર શસ્ત્ર વિરામ ભંગને અટકાવવા માટે દબાણ પણ વધારી દીધુ છે. આ વર્ષે જે 2000 વખત શસ્ત્ર વિરામનો ભંગ પાકિસ્તાને કર્યો તેમાં 21 ભારતીયોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક ઘવાયા પણ છે. પાકિસ્તાન ભારેથી અતી ભારે હિથયારોનો ઉપયોગ કરી રહ્યું છે, જેને પગલે ગ્રામીણ વિસ્તારોમાં જે કાચા મકાનો આવેલા છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે.

આ ઉપરાંત કેટલાક પશુ પણ માર્યા ગયા હતા.   બીજી તરફ એવા અહેવાલો છે કે બીએસએફના 54 વર્ષીય સબ ઇન્સ્પેક્ટર પ્રિતોષ મંડલ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે ઘણા સમયથી ગુમ છે. તેઓ અહીં આવેલા અર્ણીયા સેક્ટરની નદી પાસેથી ગૂમ છે. એવી શંકા છે કે તેઓ નદીમાં પણ ડુબી ગયા હોઇ શકે છે.

આ નદી પાકિસ્તાન તરફ જતી હોવાથી તેઓ પાકિસ્તાન પહોંચી ગયા હોવાની પણ શક્યતાઓ છે જેને પગલે ભારતે પાકિસ્તાનનો પણ સંપર્ક શરૂ કરી દીધો છે અને આ જવાનની જાણકારી મળે તો જણાવવા કહ્યું છે. સૈન્ય દ્વારા પણ જે જવાન ગૂમ છે તેની શોધખોળ માટે એક ઓપરેશન જારી કરવામાં આવ્યું છે. જોકે હજુસુધી કોઇ જ જાણકારી મળી શકી નથી. નદીમાં વિશેષ તરવૈયાઓને ઉતારવામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો