કોરોના વેક્સિનઃ ભારતીય સેનાએ નેપાળી સેનાને ભેટમાં આપ્યા 1 લાખ ડોઝ


- જાન્યુઆરીમાં ભારતે નેપાળને વેક્સિનના 10 લાખ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા હતા

નવી દિલ્હી, તા. 29 માર્ચ, 2021, સોમવાર

ભારતીય સેનાએ ભારતમાં બનેલી કોવિડ-19 પ્રતિરોધી વેક્સિનના એક લાખ ડોઝ રવિવારે નેપાળની ફોજને ભેટમાં આપ્યા હતા. એર ઈન્ડિયાનું વિમાન વેક્સિનના ડોઝ લઈને નેપાળ પહોંચ્યું હતું. ત્યાર બાદ ભારતીય સેનાના અધિકારીઓએ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાની મથક ખાતે નેપાળી સેનાના પોતાના સમકક્ષોને વેક્સિનના ડોઝ સોંપ્યા હતા. 

કાઠમંડુ ખાતેના ભારતીય દૂતાવાસના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે ભારતીય સેનાએ ભારતમાં બનેલી કોવિડ-19 પ્રતિરોધી વેક્સિનના એક લાખ ડોઝ  નેપાળની સેનાને ભેટમાં આપ્યા હતા અને તે સેના માટે ખૂબ ઉપયોગી બનશે. 

અગાઉ જાન્યુઆરી મહિનામાં ભારતે નેપાળને વેક્સિનના 10 લાખ ડોઝ ઉપલબ્ધ કરી આપ્યા હતા. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો