રાજ્યમાં કોરોનાનો હાહાકાર, આજે રાજ્યમાં 2270 નવા કેસ, 8 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4492

ગાંધીનગર, 28 માર્ચ 2021 રવિવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણનો કહેર ચિંતાજનક બન્યો છે. આજે પણ રાજ્યમાં 2270 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મોત થયાં. આજે રાજ્યમાં 1605 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 2,84,846 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. રાજ્યમાં હાલ 11,528 એક્ટિવ કેસ છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 11376 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.68 ટકા છે. 

રાજ્યમાં આજે કુલ 8 દર્દીઓનાં મોત થયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2,  સુરત કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત 1 અને વડોદરા  કોર્પોરેશનમાં 1 મોત સાથે અત્યાર સુધીમાં કુલ 4492 લોકોના કોરોનાથી મોત થયા છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ મુજબ છે, જેમાં સુરત કોર્પોરેશનમાં 611, અમદાવાદ કોર્પોરેશનમાં 607, વડોદરા કોર્પોરેશનમાં 202 , સુરત 164,  રાજકોટ  કોર્પોરેશનમાં 159, રાજકોટ 38,  વડોદરા 30,  ભાવનગર કોર્પોરેશન-28, મહેસાણા 26, અમરેલી 24, જામનગર કોર્પોરેશન 24, કચ્છ 23, પાટણ 23, દાહોદ 22, ગાંધીનગર કોર્પોરેશન 22, ખેડા 22, ગાંધીનગર 19, પંચમહાલ 19,  આણંદ 17, નર્મદા 17,  ભરૂચ 16, જામનગર 15, વલસાડ 13, મોરબી 12, નવસારી 12, મહીસાગર 11, સાબરકાંઠા 11, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 10-10  કેસ નોંધાયા હતા.  

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 1,36,737 લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 45,66,141  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,222 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26,396 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો