મમતા બેનરજી રહે છે તેનાથી પાંચ કિમી દુર મહિલા પર રેપ, મહિલાઓ માટે સુરક્ષિત નથી બંગાળઃ અમિત શાહ
કલકત્તા, તા. 30. માર્ચ, 2021 મંગળવાર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે આજે નંદીગ્રામમાં રોડ શો કરવા માટે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે બંગાળમાં મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
નંદીગ્રામમાં મમતા બેનરજી સામે ભાજપના શુભેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ભાજપે અહીંયા પૂરુ જોર લગાવ્યુ છે.આજે અમિત શાહે ચૂંટણી પ્રચાર સમાપ્ત થાય તે પહેલા કરેલા રોડ શો દરમિયાન કહ્યુ હતુ કે, બંગાળમાં જે માહોલ છે તેમાંથી નંદીગ્રામ પણ બાકાત નથી.મમતા બેનરજી જ્યાં રહે છે તેનાથી પાંચ કિમી દુર એક મહિલા પર રેપ થયો છે.નંદીગ્રામમાં જો મમતા બેનરજીની ઉપસ્થિતિમાં રેપ થતો હોય તો પછી બાકીના બંગાળમાં મહિલાઓની સુરક્ષા કેવી હશે?
તેમણે કહ્યુ હતુ કે, થોડા દિવસ પહેલા ભાજપ કાર્યકરના વૃધ્ધ માતાને મારવામાં આવ્યા હતા.ગઈકાલે તેઓ મોતને ભેટયા છે અને મમતા બેનરજી મહિલાઓની સુરક્ષાની વાત કરે છે.જોકે હવે બંગાળની જનતા બધુ જાણે છે.આખુ બંગાળ ઘૂસણખોરી ઈચ્છતુ નથી અને સીએએ થકી શરણાર્થીઓને નાગરિકતા આપવા માંગે છે.સોનાર બાંગ્લાનુ સ્વપ્ન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં જ સાકાર થશે.
અમિત શાહે કહ્યુ હતુ કે, જે પ્રકારનો ઉત્સાહ નંદીગ્રામની જનતાએ બતાવ્યો છે તેનાથી નક્કી છે કે અહીંયા મમતા બેનરજી જંગી સરસાઈથી હારવાના છે.બંગાળમાં પરિવર્તનની શરુઆત નંદીગ્રામ થી થશે.
Comments
Post a Comment