ભારતે ઈંગ્લેન્ડને 7 રને આપ્યો પરાજય, 2-1થી સીરિઝ પર કબજો જમાવ્યો

પુણે, 29 માર્ચ 2021 રવિવાર

ભારત અને ઈંગ્લેન્ડમાં પુણેનાં એમસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વન ડે સીરીઝની અંતિમ અને ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 7 રને હરાવ્યુ છે. આ જીત સાથે જ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ સીરીઝ પર 2-1થી કબજો કરી લીધો છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતું. ટીમ ઈન્ડિયાએ 48.2 ઓવરમાં 329 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈગ્લેન્ડની ટીમે 9 વિકેટ ગુમાવીને 322 રન જ બનાવી શકી હતી.

ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થયું. ભારતે એક સમયે 25 ઓવરની અંદર 4 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ કરિયરની ત્રીજી અને સાતમી ફિફટી ફટકારી ટીમને સારા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ અનુક્રમે 78 અને 64 રન બનાવ્યા હતાં. તે સિવાય ઓપનર શિખર ધવને 32મી ફિફટી મારી 67 રનનું યોગદાન આપ્યું હતું.

ઋષભ પંતે પોતાના વનડે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 62 બોલમાં 5 ફોર અને 4 સિક્સની મદદથી 78 રન બનાવ્યા હતા. તે સેમ કરનની બોલિંગમાં જોસ બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી.

હાર્દિક પંડ્યાએ ભારતીય ઇનિંગ્સની 28મી ઓવરમાં ત્રણ સિક્સ મારી હતી. મોઇન અલીએ નાખેલી ઓવરના પહેલા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, પાંચમા બોલે ડીપ મિડવિકેટ અને છઠ્ઠા બોલે ડીપ સ્કવેર લેગ પર સિક્સ મારી હતી. ત્રણ સિક્સ ઉપરાંત બે સિંગલ સહિત ઓવરમાં 20 રન આવ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો