બંગાળ-અસમમાં બીજા તબક્કાનો પ્રચાર આજે રોકાઈ જશે, નંદીગ્રામમાં મમતા બેનર્જીની ફાઈટ


કલકત્તા, તા. 30 માર્ચ 2021 મંગળવાર

પશ્ચિમ બંગાળ અને અસમ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારનો પડઘમ મંગળવારે સાંજે રોકાઈ જશે. આ બંને જ રાજ્યોમાં બીજા તબક્કાનુ મતદાન ગુરૂવારે થવાનુ છે. બંગાળની 30 વિધાનસભા બેઠકો પર 171 ઉમેદવાર નસીબ અજમાવી રહ્યા છે જ્યારે અસમની 39 બેઠક પર 345 ઉમેદવાર મેદાનમાં છે. બંગાળમાં ટીએમસીની સાખ દાવ પર છે તો અસમમાં ભાજપની સામે પોતાની પ્રતિષ્ઠા બચાવી રાખવાનો પડકાર છે. 

બીજા તબક્કામાં ટીએમસીની સાખ દાવ પર

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં બીજા તબક્કામાં ચાર જિલ્લાની કુલ 30 વિધાનસભા બેઠક પર પહેલી એપ્રિલે મતદાન થયુ. જેમાં નવ સીટ પૂર્વી મેદિનીપુર જિલ્લાની છે જ્યારે બાંકુરાની 8 બેઠકો, પશ્ચિમી મેદિનીપુરની 9 બેઠકો અને સાઉથ 24 પરગણાની 4 બેઠકો પર ચૂંટણી થવાની છે. ગત ચૂંટણીમાં આ વિસ્તારમાં ટીએમસીએ ક્લીન સ્વીપ કર્યુ હતુ પરંતુ આ વખતે સમીકરણ ઘણા બદલાયેલા છે. ભાજપને આ વિસ્તારથી ઘણી આશા છે. મતુઆ સમુદાયનો મત બીજા તબક્કાની બેઠક પર ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

નંદીગ્રામમાં મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારીની ફાઈટ

બીજા તબક્કામાં બંગાળની સૌથી હાઈ પ્રોફાઈલ બેઠક માનવામાં આવી રહેલી નંદીગ્રામ બેઠક પણ સામેલ છે, જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપમાંથી શુભેન્દુ અધિકારી સામ-સામે છે, એટલુ જ નહીં બીજા તબક્કામાં શુભેન્દુ અધિકારીની સાખ પણ દાવ પર છે, કેમ કે તેમના ગઢમાં ચૂંટણી થવાની છે.

નંદીગ્રામ બેઠક જીતવા માટે મમતા બેનર્જી કોઈ કસર છોડવા માગતા નથી. તેથી તેઓ રવિવારથી જ નંદીગ્રામમાં તાબડતોડ ચૂંટણી રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યુ કે હુ એક એપ્રિલે મતદાન થવા સુધી નંદીગ્રામમાં જ રહીશ અને મતદાન બાદ અહીંથી જઈશ. આનાથી સ્પષ્ટ વ્યક્ત થાય છે કે મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પર કોઈ રીતે જોખમભર્યુ પગલુ ઉઠાવવા માગતા નથી.

બીજી તરફ પ્રચારના અંતિમ દિવસે મંગળવારે ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીના સમર્થનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ નંદીગ્રામમાં રેલી અને રોડ શો કરવા જઈ રહ્યા છે. આ સિવાય તાજેતરમાં જ ભાજપમાં સામેલ થનાર દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ નંદીગ્રામમાં રોડ શો કરીને માહોલ બનાવવાની કવાયત કરશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો