હેપ્પી હોલીઃ PM મોદીએ પાઠવી શુભેચ્છા, કહ્યું- આ પર્વ નવા જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે


- કેન્દ્રીય શિક્ષણ મંત્રી નિશંકે પણ વડાપ્રધાનની ટ્વીટને રિટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, તા. 29 માર્ચ, 2021, સોમવાર

સમગ્ર દેશમાં સોમવારે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટરના માધ્યમથી લોકોને શુભેચ્છા પાઠવી છે. 

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું હતું કે, 'તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આનંદ, ઉમંગ, હર્ષ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં નવા જોશ અને નવી ઉર્જાનો સંચાર કરે.

શિક્ષણ મંત્રી નિશંકે પણ પાઠવી શુભેચ્છા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે પણ વડાપ્રધાન મોદીની ટ્વીટને રિટ્વીટ કરીને દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, તમામ દેશવાસીઓને રંગોના પાવન પર્વ હોળીની ખૂબ હાર્દિક શુભેચ્છાઓ! રંગોનો આ તહેવાર બધાના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી ભગવાન બદ્રી કેદારજીને પ્રાર્થના.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો