જ્યારે તમિલનાડુના CM, PM મોદીને પગે લાગે છે તો મને નથી ગમતુંઃ રાહુલ ગાંધી


- તમિલનાડુના મુખ્યમંત્રી અમિત શાહ સામે નમવા નથી માંગતા પરંતુ તેમણે જે ભ્રષ્ટાચાર કર્યા છે તેના કારણે તે મજબૂર

નવી દિલ્હી, તા. 28 માર્ચ, 2021, રવિવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુની ચૂંટણીલક્ષી મુલાકાતે છે. ત્યારે રવિવારે તેમણે ચેન્નાઈ ખાતે એક જનસભાને સંબોધિત કરી હતી અને ભાજપ, અન્નાદ્રમુક પર બરાબરનું નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે તમિલનાડુના સીએમ મોદી-શાહને પગે લાગે છે, તેમના સામે પગે લાગે છે તો જોઈને દુખ થાય છે. 

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે હું એમ જોઉં છું કે, તમિલનાડુના સીએમને વડાપ્રધાન કંટ્રોલ કરી રહ્યા છે અને સીએમ ચુપચાપ તેમના પગ પકડી રહ્યા છે તો હું આ સ્વીકાર કરવા તૈયાર નથી. મેં એક ફોટો જોયો હતો જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અમિત શાહના પગ પકડી રહ્યા છે. આ પ્રકારનો સંબંધ ભાજપમાં જ સંભવ છે. ભાજપમાં નેતાઓના પગ પકડવા પડે છે, નરેન્દ્ર મોદી અને અમિક શાહ સામે નમવું પડે છે. 

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે તેઓ જ્યારે વડાપ્રધાન તમિલનાડુના મુખ્યમંત્રીને કંટ્રોલ કરી રહ્યા છે તેમ જોવે છે, મુખ્યમંત્રીને ચુપચાપ તેમના પગ પકડતા જોવે છે તો પોતે તેને સ્વીકારવા તૈયાર નથી થઈ શકતા. તેમના મતે તમિલનાડુના મુખ્યમંત્રી અમિત શાહ સામે નમવા નથી માંગતા પરંતુ તેમણે જે ભ્રષ્ટાચાર કર્યા છે તેના કારણે તે મજબૂર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે