EVM સાથે ચેડા થાય છે, બહારની પોલીસ આવીને લોકોને ધમકાવે છેઃ મમતા બેનરજી
કલકત્તા, તા. 30. માર્ચ 2021 મંગળવાર
પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગમાં નંદીગ્રામમાં રોડ શો કર્યા બાદ સીએમ મમતા બેનરજીએ કહ્યુ હતુ કે, બીજા રાજ્યોની પોલીસને ચૂંટણી માટે બંગાળમાં તૈનાત કરાઈ છે અને તે લોકોને ધમકાવી રહી છે.
મમતા બેનરજીએ તો દાવો કર્યો હતો કે, ઈવીએમ સાથે ચેડા થઈ રહ્યા છે.જો ઈવીએમ ખરાબ હોય તો લોકો ગભરાય નહીં અને મતદાન મથકમાં રાહ જુએ અને વોટ આપીને જ ઘરે પાછા ફરે.મતદાન કરતી વખતે તમારુ દિમાગ શાંત રાખજો.48 કલાક સુધી તમારે મગજ ઠંડુ રાખવાની જરુર છે.ભાજપને બંગાળમાંથી અને નંદીગ્રામમાંથી બહાર ભગાડવાની છે.
તેમણે ભાજપના નેતાઓને ધમકી આપતા કહ્યુ હતુ કે, સેન્ટ્રલ ફોર્સ ચૂંટણી સુધી જ બંગાળમાં છે.ચૂંટણી જીત્યા બાદ બંગાળ પોલીસ સુરક્ષાની જવબાદારી સંભાળશે અને એ પછી જેટલા ગુનેગારો છે તેમને જોઈ લેશે.
મમતા બેનરજીએ વધુમાં કહ્યુ હતુ કે, હું ધારત તો બીજી વિધાનસભા બેઠક પરથી પણ ચૂંટણી લડી શકી હોત.પણ મેં આ વિસ્તારની માતા અને બહેનોને સન્માન આપવા માટે નંદીગ્રામમાંથી ચૂટંણી લડવાનુ નક્કી કર્યુ છે.મેં સિંગુરના બદલામાં નંદીગ્રામ પર પસંદગી ઉતારી છે.નંદીગ્રામના લોકોને ગુંડાઓ ધમકાવી રહ્યા છે.દિલ્હીથી એક હજાર નેતાઓ હજારો પોલીસ કર્મીઓને લઈને બંગાળમાં આવ્યા છે.પણ અહીંના લોકો બહારના લોકોને ઘૂસવા નહીં દે, ગૂંડાઓ આવે તો તેમને મુકાબલો કરો.
Comments
Post a Comment