દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાગી આગ, 60 દર્દીઓને બીજી જગ્યાએ કરાયા શિફ્ટ
- ફાયર વિભાગની 9 ગાડીઓએ આગને કાબૂમાં લીધી
નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર
દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં બુધવારે સવારના સમયે આગ લાગી હતી. જાણવા મળ્યા મુજબ સવારે 6:35 કલાકે પહેલા માળે આવેલા મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. ત્યાર બાદ આગ પ્રસરીને એચ બ્લોકના વોર્ડ 11 સુધી પહોંચી ગઈ હતી. જો કે, તે પહેલા જ આઈસીયુ વોર્ડના 60 દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.
ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ નથી નોંધાઈ. સફદરજંગ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે સવારે 6:35 કલાકે આગ લાગી હતી અને ફાયર વિભાગને તેની જાણ કરવામાં આવી હતી.
ત્યાર બાદ ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તે દરમિયાન હોસ્પિટલ સ્ટાફની મદદથી 60થી વધારે દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. સદનસીબે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને કોઈ જાનહાનિ નથી નોંધાઈ.
Comments
Post a Comment