મહારાષ્ટ્રમાં ફરીથી લાગી શકે છે લોકડાઉન? કોરોનાનાં વધી રહેલા કેસથી ચિંતિત CM ઉદ્ધવ ઠાકરે કહીં આ વાત

મુંબઇ, 28 માર્ચ 2021 રવિવાર

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં અત્યંત તીવ્ર ઉછોળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેર અનિયંત્રિત ગતિથી ફેલાઇ રહી છે. કોવિડ ટાસ્ક ફોર્સે રાજ્યમાં ફેલાતા સંક્રમણને રોકવા માટે લોકડાઉન લગાવવાની ભલામણ કરી છે. મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સમીક્ષા બેઠક બાદ કેટલાક સમય માટે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા સંમત થયા છે અને તેની તૈયારીનો હુકમ આપ્યો છે. CMએ કહ્યું કે જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો લોડડાઇન લગાવવામાં આવશે. તેમણે અધિકારીઓને આ માટે રોડમેપ બનાવવા કહ્યું છે. 

રાજ્યમાં ફરી એક વાર લોકડાઉન લાદવાની તરફ ઇશારો કરતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવે છે, જો હજી પણ લોકો નિયમો માનતા ન હોય તો લોકડાઉન માટેનો રોડમેપ તૈયાર કરો.

ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં સતત વધી રહેલા કોરોના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વધતા જતા કેસોને કારણે આરોગ્ય સુવિધાઓની અછત પડવા લાગી છે. બેઠકમાં સરકારે નિર્ણય લીધો કે હવે મંત્રાલયો સહિતની તમામ સરકારી કચેરીઓ આગળના આદેશો સુધી મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

મળતી માહિતી મુજબ 3 લાખ 57 હજાર આઇસોલેશન બેડમાંથી 1 લાખ 7 હજાર બેડ ભરાયા છે અને બાકીનાં બેડ ઝડપથી ભરાઇ રહ્યા છે. 60 હજાર 349 ઓક્સિજન બેડમાંથી 19 હજાર 930 બેડ પહેલાથી ભરાયા છે.

9 હજાર 30 વેન્ટિલેટરમાંથી 1 હજાર 881 દર્દીઓને રાખવામાં આવ્યા છે. કેટલાક જિલ્લાઓમાં પથારી ઉપલબ્ધ નથી અને વધતા ચેપને કારણે સુવિધાની ક્ષમતા ઘટી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો