Air India પર 60,000 કરોડનુ દેવુ, વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથીઃ હરદીપસિંહ પુરી
નવી દિલ્હી, તા. 27. માર્ચ, 2021 શનિવાર
કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ પણે કહ્યુ છે કે, એર ઈન્ડિયાનુ 100 ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે.કારણકે સરકાર પાસે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
તેમણે કહ્યુ હતુ કે, એર ઈન્ડિયા ફર્સ્ટ ક્લાસ સંપત્તિ છે પછણ કંપની પર 60000 કરોડ રુપિયાનુ દેવુ છે.આ સ્થિતિમાંથી બહાર આવવુ પડશે.ગઈ બેઠકમાં નક્કી કરાયુ હતુ કે, જેમણે પણ એર ઈન્ડિયા માટે બોલી લગાવી છે તેમને 64 દિસનો સમય આપવામાં આવશે.આ વખતે સરકાર સંપૂર્ણ રીતે એર ઈન્ડિયાને વેચવા માટે કટિબધ્ધ છે અને તેમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણનો સવાલ નથી.
એર ઈન્ડિયા માટે બોલી લગાવનારાઓમાંથી ટાટા ગ્રૂપ તેમજ સ્પાઈસ જેટના પ્રમોટર અજય સિંહને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે.સૂત્રોના કહેવા પ્રમાણે હવે તેમણએ ફાઈનાન્સિયલ બિડ સરકારને આપવી પડશે.જેમાં તેમણે કહેવુ પડશે કે એર ઈન્ડિયાનુ જે દેવુ છે તે પૈકી કેટલુ દેવુ તેઓ લેવા માટે તૈયાર છે અને કેટલુ એડવાન્સ પેમેન્ટ કરવા માંગે છે.બેમાંથી જે પણ વધારે ઈકોનોમિક વેલ્યૂ આપવા માટે તૈયાર હશે તેના નામે એર ઈન્ડિયા થશે.ખરીદનારાએ એર ઈન્ડિયાની જે એન્ટરપ્રાઈઝ વેલ્યૂ છે તેના 15 ટકા કેશમાં પેમેન્ટ કરવુ પડશે.બાકીની રકમ લોન તરીકે રાખવાનો વિકલ્પ પણ હશે.
Comments
Post a Comment