આજે ફ્રાંસથી ભારત પહોંચશે 3 રાફેલ વિમાન, રસ્તામાં હવામાં જ ઈંધણ ભરી આપશે UAE


- રાફેલ વિમાન અંબાલા ખાતે ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ થશે

નવી દિલ્હી, તા. 31 માર્ચ, 2021, બુધવાર

ભારતને બુધવારે વધુ 3 રાફેલ ફાઈટર વિમાન મળશે જે અંબાલા ખાતે ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ થશે. આ ફાઈટર જેટ ફ્રાંસથી ઉડાન ભરશે અને યુએઈ તેમને રસ્તામાં આકાશમાં જ ઈંધણ ભરી આપવાની સુવિધા આપશે. આ વિમાનો સાંજે 7:00 કલાકે ગુજરાત પહોંચે તેવી શક્યતા છે. આ સાથે જ ભારત પાસે રાફેલ વિમાનોની સંખ્યા 14 થઈ જશે. 

વાયુ સેનાની શક્તિ વધશે

આગામી એપ્રિલ મહિનામાં વધુ 9 રાફેલ વિમાન ભારતીય વાયુ સેનામાં ઉમેરાશે. જે પૈકીના 5 પશ્ચિમ બંગાળના હશિમારા એરબેઝ ખાતે તૈનાત કરવામાં આવશે. ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમૈનુએલ લેનિને મંગળવારે એપ્રિલના અંત સુધીમાં વધુ 5 રાફેલ જેટ ભારતને મળી જશે તેમ જણાવ્યું હતું. 

સાથે જ તેમણે નિર્ધારિત સમય પહેલા ભારતને રાફેલ જેટ વિમાન પહોંચાડી શકવા બદલ ગર્વની લાગણી પ્રદર્શિત કરી હતી. આધુનિક તકનીકોથી સજ્જ આ વિમાનોને ગત વર્ષે જુલાઈ-ઓગષ્ટ મહિનામાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. વિમાનોને પૂર્વીય લદ્દાખ અને અન્ય મોર્ચે ચીન સામે સજ્જ કરવામાં આવ્યા છે. 

ભારતે 2016માં ફ્રાંસ પાસેથી 36 રાફેલ વિમાનો ખરીદવા સોદો કર્યો હતો. તે પૈકીના 50 ટકા વિમાનો એપ્રિલના અંત સુધીમાં ભારતને મળી જશે. આધુનિક સુવિધાથી સજ્જ રાફેલ ત્રણેય મોરચે લડવા માટે સક્ષમ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો