પ.બંગાળમાં પહેલા તબક્કાની 30માંથી 30 સીટ ભાજપને મળશેઃ કૈલાશ વિજયવર્ગીય

 

કલકત્તા,તા. 29. માર્ચ, 2021 સોમવાર

ગઈકાલે ગૃહ મંત્રી અમિત શાહે આગાહી કરી હતી કે, પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની 30 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપ જીત મેળવશે.

જોકે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે એક દિવસ બાદ તેનાથી આગળ વધીને દાવો કર્યો છે કે, ભાજપ પહેલા તબક્કાની 30માંથી 30 બેઠકો જીતી જાય તો મને આશ્ચર્ય નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, બંગાળની 294 વિધાનસભા બેઠકો પૈકી પહેલા તબક્કાની 30 બેઠકો માટે બે દિવસ અગાઉ મતદાન સંપન્ન થયુ છે.લગભગ 80 ટકા મતદારોએ પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો.હવે 1 એપ્રિલે બીજા તબક્કાની 30 બેઠકો માટે મતદાન થવાનુ છે.

દરમિયાન કૈલાશ વિજયવર્ગીયે આગળ એમ પણ કહ્યુ હતુ કે, આ વખતે ટીએમસીના ગૂંડાઓ પોલિંગ બૂથ પર કબ્જો કરી શક્યા નથી અને બોગસ વોટિંગ પણ કરી શક્યા નથી.લોકોને પોતાની ઈચ્છાથી મતદાન કરવાની તક મળી છે અને જનતાના મત ભાજપને જ મળ્યા છે.આથી ભાજપ તમામ બેઠકો પર કબ્જો જમાવે તો મને નવાઈ નહી લાગે.

બીજી તરફ મમતા બેનરજી સામે નંદીગ્રામના ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ પણ કહ્યુ હતુ કે, પહેલા તબક્કામાં તમામ મતદાન પરિવર્તન માટે થયુ છે.પહેલા તબક્કાની 30માંથી 30 બેઠકો ભાજપ જીતશે.રાજ્યની જનતાએ પરિવર્તન માટે મન બનાવી લીધુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો