Posts

Showing posts from April, 2025

પહલગામ આતંકી હુમલો: 'PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે', રાહુલ ગાંધીનું નિવેદન

Image
Rahul Gandhi On Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આતંકી હુમલા નિંદા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જ્યારે બુધવારે (30 એપ્રિલ, 2025) કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી પર નિર્ણય લીધો છે, ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'આ હુમલો ઠંડા મગજથી કરાયેલો નરસંહાર છે.

પ.બંગાળના કોલકાતામાં હોટેલમાં લાગી ભીષણ આગ, 14ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત

Image
West Bengal Fire: પશ્ચિમ બંગાળના કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયાનો દાવો કરાયો છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. 

RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, પહલગામ હુમલા મુદ્દે થઈ ચર્ચા

Image
Pahalgam Attack: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાવગતે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પીએમ આવાસમાં મુલાકાત કરી હતી. આ અગાઉ વડાપ્રધાન મોદીએ સંરક્ષણ સંસ્થાના ટોચના અધિકારીઓ સાથે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતની જવાબી કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. સૂત્રોના અનુસાર, મોહન ભાગવત સાથેની બેઠકમાં પહલગામ હુમલા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી અને હાલના ઘટનાક્રમમાં તેને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. PM મોદીની ણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક

અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા ચોથા માળેથી કૂદ્યા, 27નું કરાયું રેસ્ક્યૂ

Image
Ahmedabad Fire: અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદ્યા હતા. ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

આજે કેનેડાની ચૂંટણીના પરિણામ: સરવેમાં લિબરલ પાર્ટી આગળ, ટ્રમ્પે ફરી કહ્યું- 51મું રાજ્ય બની જાઓ

Image
Canada Election 2025: કેનેડામાં સોમવારે ચૂંટણી માટે મતદાન થયું હતું, જે બાદ ભારતીય સમય અનુસાર આજે સવારે 10 વાગ્યાથી પરિણામ આવવાની શરૂઆત થઈ જશે. કેનેડાની ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની તથા વિપક્ષ નેતા પિયરે પોઇલિવરે વચ્ચે છે. જોકે પરિણામ આવે તે પહેલા સરવે અનુસાર લિબરલ પાર્ટી કન્ઝર્વેટિવ કરતાં આગળ ચાલી રહી છે.  સત્તાધારી લિબરલ્સને ફરી મોકો મળશે: સરવે  માર્ક કાર્ની સત્તાધારી લિબરલ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે પિયરે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે.

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ

Image
IMD Rain, heat, Cyclone Latest Update Alert : ભારતીય હવામાન વિભાગે (IMD) દેશભરના અનેક રાજ્યોની હવામાન સ્થિતિનું લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે. આગાહી મુજબ દેશના કેટલાક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, તો કેટલાક રાજ્યોમાં અસહ્ય ગરમીનું પણ એલર્ટ જાહેર કર્યું છે. અસહ્ય ગરમી સહન કરી રહેલા રાજ્યોને મળશે રાહત હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ બદલવાનો છે. હાલ એનસીાર સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે, જોકે આગામી એક-બે દિવસમાં તેઓની રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા... પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

Image
Pakistani's Failing Leave India : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત સરકારે કડક કાર્યવાહી કરી દેશમાંથી તમામ પાકિસ્તાનીઓને ખદેડવાનો આદેશ આપી દીધો છે. જો પાકિસ્તાનીઓ ભારત સરકારના આદેશનું ઉલ્લંઘન કરે તો તેમને આકરી સજા ફટકારવાનો નિર્ણય કરાયો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જો પાકિસ્તાનીઓ નિર્ધારીત સમયમર્યાદા બાદ ભારતમાં રોકાશે તો તેની ધરપકડ કરવામાં આવશે. આવા લોકોને ત્રણ વર્ષની જેલ, ત્રણ લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. પાકિસ્તાનીઓને દેશ છોડવા 29 એપ્રિલ સુધીનો સમય

ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

Image
Rafale-M fighter jets India : તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. તણાવભર્યા આ માહોલમાં ભારત પાકિસ્તાન પર હુમલો કરશે એવી શક્યતા પ્રબળ બની રહી છે એવામાં ભારતના નૌકાદળને લઈને એ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે અને તે એ કે ભારત ફ્રાન્સ પાસેથી 63,887 કરોડ રૂપિયાના રાફેલ ફાઈટર જેટ વિમાન ખરીદવા જઈ રહ્યું છે.  ભારતને કેટલા રાફેલ મળશે? 6.6 બિલિયન યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને 22 નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (Rafale-M) જેટ અને 4 નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ 26 નંગ પ્લેન મળશે.

ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ, લોકો રસ્તા પર ઉતરતા પોલીસનો લાઠીચાર્જ

Image
Jaipur News: રાજસ્થાનના જયપુરની હવામહેલ સીટના ભાજપના ધારાસભ્યના બાલમુકુંદ આચાર્યના ધાર્મિક સ્થળમાં પ્રવેશીને પોસ્ટર લગાવવાના વિવાદે જોર પકડ્યું છે. ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે શનિવારે (26 એપ્રિલ, 2025) જોહારી બજાર ખાતે બાલમુકુંદ આચાર્યની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ નોંધાવી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ જયપુરના જોહારી બજારમાં ભાજપ ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યના નિવેદનને લઈને આજે શનિવારે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે જોહારી બજાર ખાતે વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે?

Image
- આતંકી હુમલા અંગે સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષો આકરાપાણીએ છતાં એક્શન માટે સરકારની તરફેણમાં - અમરનાથ યાત્રા માટેનો માર્ગ સ્થાનિક ટૂર ઓપરેટરોએ બે મહિના પહેલાં ખોલી કાઢ્યો, બે દિવસ ધમધમાટ છતાં જડબેસલાક સુરક્ષાનો દાવો કરતું આખું તંત્ર ઉંઘતું ઝડપાયું - સૈન્યની હાજરી નથી અને સ્થાનિક પોલીસ સ્ટેશન નથી ત્યાં સરકારની જાણ વગર બે હજાર જેટલા પ્રવાસીઓ પહોંચ્યા કેવી રીતે Pahalgam Terror Atttack News :  કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની તપાસનો દેશભરમાં ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ઓલ પાર્ટી બેઠકનંમ આયોજન થયું હતું. આ બેઠક દરમિયાન ચર્ચામાં આવ્યું હતું કે, પહલગામ આતંકવાદી હુમલો મોટી સુરક્ષા બેદરકારીનું પરિણામ છે. સુરક્ષા એજન્સીઓ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસે આ હુમલા અંગે કોઈ ટિપ નહોતી.

આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ

Image
Congress 6 questions on Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ છવાયો છે. પહલગામ આતંકી હુમલામાં 26 પર્યટકોના મોત નીપજ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા. હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધા કેટલાક ઠોસ નિર્ણયો લીધા છે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ સરકારને ટેકો આપ્યો અને કહ્યું કે આતંકવાદના મુદ્દા પર સમગ્ર વિપક્ષ સરકારની સાથે ઉભો છે.

સુરેન્દ્રનગરમાં પોલીસકર્મી જ વ્યાજખોર, 5000ની સામે 90000 વસૂલ્યાં છતાં ઉઘરાણી ચાલુ રાખતાં FIR

Image
Surendranagar News : રાજ્યમાં એક તરફ પોલીસ વ્યાજખોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તે માટે 'એક તક પોલીસને' કાર્યક્રમો યોજતી હોય છે. તેવામાં સુરેન્દ્રનગરથી પોલીસકર્મી જ વ્યાજે રૂપિયા ફેરવતો હોવાનું સામે આવ્યું છે. જોરવારનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી સામે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હોવાની રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી છે. એ-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના બસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાડમાં રહેતા અને રિક્ષા ચલાવતા ફરિયાદી યુનુસભાઈ હારૂનભાઈ મેરએ જોરાવરનાગર પોલીસ મથકે એએસઆઇ તરીકે ફરજ બજાવતા  સરદારસિંહ પોલીસવાળા નામના પોલીસ કર્મી પાસેથી દોઢેક વર્ષ પહેલા રૂા.

પહલગામ હુમલા બાદ મોટી હલચલ! વાયુસેનાએ શરૂ કર્યું 'એક્સરસાઈઝ આક્રમણ', દેખાડી રાફેલ-સુખોઈની તાકાત

Image
Indian Air Force Exercise Aakraman : જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરૂદ્ધમાં કડક એક્શન લઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ 'એક્સરસાઈઝ આક્રમણ' હેઠળ મોટું સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. જેમાં પહાડ અને જમીનના સ્તરે ટાર્ગેટને લઈને હવાઈ હુમલાનું અભ્યાસ કર્યું છે. આ યુદ્ધ કવાયત હાલમાં સેન્ટ્રલ સેક્ટરમાં ચાલી રહી છે.  મળતી માહિતી મુજબ, વાયુસેનાના ઘણા સાધનો પૂર્વીય સેક્ટરથી મધ્ય સેક્ટરમાં મોકલવામાં આવ્યા છે.

10 લાખથી વધુની લક્ઝુરિયસ વસ્તુઓની ખરીદી પર હવે 1% TCS લાગશે, ITનું નોટિફિકેશન

Image
- હેન્ડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ, સનગ્લાસ, પેઇન્ટિંગ, મૂર્તિઓ સહિતની વૈભવી વસ્તુઓની ખરીદી પર ટીસીએસ ચૂકવવો પડશે 10% TCS on 10 Lakh Purchase : દસ લાખ રૂપિયાથી વધુ કિંમતના હેંડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ અને સ્પોટ્સ ર્વેર જેવી લકઝરી વસ્તુઓ પર હવે એક ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) લાગશે. હાલમાં એક જાન્યુઆરી, 2025થી 10 લાખ રૂપિયાથી વધુ કીંમતવાળા મોટર વાહનો પર એક ટકાના દરથી ટીસીએસ લગાવવામાં આવી રહ્યો છે.  આવકવેરા વિભાગે 22 એપ્રિલ, 2025થી 10 લાખ રૂપિયાથી વધુની વિશિષ્ટ લકઝરી વસ્તુઓના વેચાણ પર એક ટકા ટીસીએસ લગાવવા નોટિફિકેશન બહાર પાડયું છે.

ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન

Image
Pahalgam Terrerist Attack : દક્ષિણ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ) થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે પહલગામ હુમલાને લઈને બુધવારે (23 એપ્રિલ) કેન્દ્ર સરકારે અલગ અલગ મોટા નિર્ણયો લઈને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠક બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરવા સહિત અનેક જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે કે સિંધુ જળ સંધિ શું છે અને તેના પર પ્રતિબંધ મૂકવાથી પાકિસ્તાનને કેટલું નુકસાન થઈ શકે છે.

ટેરિફ વૉરને પગલે અમેરિકા-દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળશે, IMFની ગંભીર આગાહી

Image
- આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં 3.3 ટકાને બદલે માત્ર 2.8 ટકાની વૃદ્ધિ થશે   - ટ્રમ્પના ટેરિફને પગલે ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ ઘટી 1.7 ટકા રહેવાની આગાહી  Donald Trump Tariff News : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવતાં તેના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિનો વરતારો ખરાબ જણાય છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું.

'પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના', અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે દુઃખ વ્યક્ત કર્યું

Image
Pahalgam Terror Attack:  જમ્મુ કાશ્મીરના પહલગામના બેસરન ઘાટીમાં મંગળવાર બપોરે 2:30 વાગ્યે આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓના ગ્રુપને નિશાન બનાવ્યું. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. સૂત્રોના અનુસાર, અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. આ હુમલો ન માત્ર લોકો ઉપર થયો પરંતુ ઘોડા પણ ઘાયલ થયા છે, જેમને ગોળીઓ વાગી છે. આતંકવાદીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ

Image
Bihar Assembly Election 2025 : બિહારના બક્સરમાં ગઈકાલે (20 એપ્રિલ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress President Mallikarjun Kharge)ની જનસભા યોજાઈ હતી, જેમાં એપેક્ષિત ભીડ એકઠી ન થતા કોંગ્રેસે કાર્યવાહી કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીએ બક્સર જિલ્લાના અધ્યક્ષ મનોજ કુમાર પાંડે (Manoj Kumar Pandey)ને પદ પરથી સસ્પેન્ડ કરી દીધા છે. એવું કહેવાય છે કે, ખડગેની સભા માટે વ્યાપક તૈયારી કરાઈ હતી, જોકે સભા સ્થળે ઘણા ઓછા લોકો પહોંચ્યા હતા, જેના કારણે પાર્ટી નારાજ થઈ છે. પાર્ટીએ આ બેદરકારીને ગંભીરતાથી સસ્પેન્ડની કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બિહાર વિધાનસબા ચૂંટણીમાં કોઈ સમસ્યા ઉભી ન થાય, તેને ધ્યાને રાખી ટૂંક સમયમાં બક્સર જિલ્લા સંગઠનમાં નવી નિમણૂક કરાશે.

ટેરિફ વોર વચ્ચે ડ્રેગનનું શક્તિ પ્રદર્શન! ચીનના J-36 અને J-50 ફાઈટર જેટની પહેલી ઝલક

Image
China's J-36 and J-50 fighter jets : વેપાર હોય કે સંરક્ષણ, ચીન દરેક મોરચે અમેરિકાને પડકાર ફેકી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે 'ટેરિફ વોર' ચાલી રહ્યો છે. ત્યારે ચીને કહ્યું કે, તે અમેરિકાને દરેક પડકારનો જવાબ આપવા તૈયાર છે. શું ચીને છઠ્ઠી પેઢીનું જેટ તૈયાર કર્યું છે? આ દરમિયાન સવાલ કરવામાં આવ્યો કે, શું ચીને છઠ્ઠી પેઢીનું જેટ તૈયાર કર્યું છે? ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમેરિકાએ માહિતી આપી હતી કે તેમણે F-47 ફાઇટર એરક્રાફ્ટ બનાવવા પર કામ કરી રહ્યું છે.

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: ઈસ્ટર તહેવારને લઈને પુતિને કરી યુદ્ધવિરામની જાહેરાત

Image
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. પુતિને જાહેરાત કરી કે, શનિવાર રાત્રે 8:30 વાગ્યાથી 21 એપ્રિલ મધ્ય સુધી ઈસ્ટર યુદ્ધવિરામ સુધી જ હશે. આ નિર્ણય ઈસ્ટર તહેવાર દરમિયાન માનવીય રાહત અને શાંતિના પ્રયાસો હેઠળ લેવાયો. વ્લાદિમીર પુતિને શું કહ્યું? પુતિને કહ્યું કે, તેમને આશા છે કે, યુક્રેન પર રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામના ઉદાહરણનું અનુસરણ કરશે અને શાંતિનો રસ્તો અપનાવશે.

સાઉદીના પૂર્વ રાજદૂતને હનીટ્રેપમાં ફસાવનાર બાંગ્લાદેશી મોડેલની ધરપકડ, કહ્યું- મને ફસાવી

Image
- સાઉદીના એમ્બેસેડર-બાંગ્લાદેશી મોડેલના સંબંધનો વિવાદ કોર્ટ પહોંચ્યો - એમ્બેસેડર યૂસુફ સાથે મારે સંબંધ હતા, મે લગ્નની ના પાડી હોવાથી જુઠા કેસમાં ફસાવાઇ : મેઘના આલમ Bangladeshi Model and Honey Trap News :  બાંગ્લાદેશની મોડેલ અને મિસ અર્થ મેઘના આલમની સાઉદીના પૂર્વ રાજદૂતને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના સ્પેશિયલ પાવર કાયદા હેઠળ તેની ધરપકડ કરાઇ હતી બાદમાં તેની સામે હની ટ્રેપનો કેસ દાખલ કરાયો હતો. જોકે મેઘના આલમે આ તમામ આરોપોને જુઠા ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે પૂર્વ રાજદૂત મારી સાથે પરણવા માગતા હતા. પણ તે પહેલાથી જ પરણિત હોવાથી મે લગ્નની ના પાડી હોવાથી હવે મને ફસાવાઇ રહી છે.

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે

Image
Murshidabad Violence: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે શુક્રવારે મુર્શિદાબાદ હિંસાથી પ્રભાવિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. તેઓ તેમને મળવા માટે માલદા જિલ્લાની એક રાહત શિબિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પીડિતોની ફરિયાદ સાંભળી અને તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું. રાજ્યપાલના અનુસાર, મહિલાઓએ જણાવ્યું કે, 'તેમને ધમકાવવામાં આવી અને ટોળું તેમના ઘરમાં ઘુસી આવ્યું. એટલું જ નહીં, તેમની સાથે મારપીડ કરવામાં આવી અને અપશબ્દો પણ કહ્યા.'

'પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દો...', પાક. સેના પ્રમુખના નિવેદન બાદ ગુસ્સે ભરાયા આસામના મુખ્યમંત્રી

Image
Himanta Biswa Sarma On Pakistan Army Chief Asim Munir's statement : પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરના હિંદુઓ અને કાશ્મીર પરના નિવેદનથી ભારતમાં ગુસ્સો ભડકી ઉઠ્યો હતો, ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ અસીમ મુનીર પર નિશાનો સાધ્યો છે અને કહ્યું હતું કે, 'આપણે પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દેવી જોઈએ.' 'ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવાની આશા છોડી દે' આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરના નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 'હવે સમય આવી ગયો છે કે, ભારત હકિકતને સ્વીકારી લે અને પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવાની આશા છોડી દે.' 

'બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..' સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો

Image
- 100 એકર જમીનમાં રાતોરાત વૃક્ષો કાપવાની શું ઉતાવળ હતી ? : સુપ્રીમ ધૂંઆપૂંઆ - બાંધકામ કરવું હોય તો કરો પરંતુ પહેલા મંજૂરી તો લો, પશુઓની સુરક્ષા માટે વોર્ડન તાત્કાલીક વ્યવસ્થા કરે : સુપ્રીમનો આદેશ - વૃક્ષો કાપવાથી ભાગી રહેલા પશુ-પક્ષીઓને કુતરાઓએ ફાડી ખાધા તે જોઇને અમે વિચલિત થઇ ગયા : સુપ્રીમ Supreme court and telangana government: ઓથોરિટીની મંજૂરી વગર જ હૈદરાબાદમાં ૧૦૦ એકરમાં બેફામ રીતે વૃક્ષો કાપવા બદલ સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમે કહ્યું હતું કે ૧૦૦ એકરમાં ફેલાયેલા જંગલનો નાશ કરવા માટે તમારા જે બુલડોઝર તૈનાત છે તેના પર અમારુ ધ્યાન છે, જો તમારે કોઇ બાંધકામ કરવું હતું તો પહેલા મંજૂરી લીધી હોત, જંગલને કાપતી વખતે તેમાં રહેતા પશુઓની જે હાલત થઇ છે તેના વીડિયોની પણ સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી. 

રાષ્ટ્રપતિને મળ્યા વડાપ્રધાન મોદી, ફરી ટોપ નેતાઓ સાથે બેઠક, રાજનીતિમાં નવી ચર્ચાએ જોર પકડ્યું

Image
Politics News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ વચ્ચે મંગળવારે થયેલી મુલાકાત અને બુધવારે સતત બીજા દિવસે ભાજપના ટોપ નેતાઓની બેઠકને લઈને રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે, ભાજપમાં ટુંક સમયમાં જ મોટો સંગઠનાત્મક ફેરફાર થઈ શકે છે અને નવા પાર્ટી અધ્યક્ષ જાહેર કરી શકાય છે. જોકે પાર્ટીના અધિકારીઓએ વડાપ્રધાનની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતને એક ઔપચારિક પ્રક્રિયા ગણાવી છે, જેમાં વડાપ્રધાન દેશના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને પોતાની વિદેશ યાત્રાઓની માહિતી આપે છે. પરંતુ સૂત્રોના અનુસાર, આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણય પર પણ વાતચીત થઈ શકે છે, જેમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભામાંથી પસાર થયેલા બિલો પર ત્રણ મહિનામાં નિર્ણય લેવાની સમય મર્યાદા નક્કી કરાઈ છે. સરકાર હવે આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની અરજી દાખલ કરવાની તૈયારીમાં છે.

દેશભરમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહેવાનો વરતારો, હવામાન વિભાગની ઠંડકભરી આગાહી

Image
- ચોમાસામાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદ પડવાનું અનુમાન, એલ-નીનોની અસર નહીં જોવા મળે : હવામાન વિભાગ - જોકે બિહાર, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ ઓછો પડશે જ્યારે ઉનાળા સુધી ગરમીમાં કોઇ જ રાહત નહીં  IMD NEWS : કાળઝાળ ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ કરાવતા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ પડશે. જેને પગલે દેશના કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે અને ઉત્પાદન વધવાથી ખેડૂતોને     પણ લાભ મળવાની આશા છે. પુરા દેશમાં સરેરાશ કરતા વધુ એટલે કે 105 ટકા વરસાદ પડવાની શક્યતાઓ છે.

સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન એક્ટ પર કાલે સુનાવણી, વિરોધ અને સમર્થનમાં થઈ હતી અરજીઓ

Image
વક્ફ સંશોધન કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ અને સમર્થન વચ્ચે બુધવાર, 16 એપ્રિલે મામલો પહેલીવાર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં લાગી રહ્યો છે. બપોરે 2 વાગ્યે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ મામલાની સુનાવણી કરશે. કુલ 72 અરજીઓ સુનાવણી માટે લિસ્ટ કરાઈ છે. 

શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ

Image
Chandrakant Khaire blames Shiv Sena UBT leader:  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યૂબીટીમાં આંતરિક ડખાં શરૂ થઈ ગયા છે. શિવસેના  યૂબીટીના નેતા અને પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ સોમવારે પાર્ટીના નેતા અંબાદાસ દાનવે પર નિશાન સાધ્યું હતું. ચંદ્રકાંત ખૈરેએ કહ્યું કે, 'ગયા વર્ષે મહારાષ્ટ્રના ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠક પરથી હાર માટે દાનવે જવાબદાર છે.  આ પણ વાંચો : મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 'લોકસભા ચૂંટણીમાં મારી હાર માટે દાનવે જવાબદાર'

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

Image
Assam Violence : વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદ સહિતના જિલ્લામાં હિંસા ભડક્યા બાદ હવે આસામમાં હિંસા ભડકી છે. રાજ્યના સિલચરમાં આજે (13 એપ્રિલ) દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. પોલીસે દેખાવકારોને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો છે.

'વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?', મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિવેદન

Image
Mamata Banerjee On Waqf Amendment Act : વક્ફ સુધારા કાયદાને લઈને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસા અને તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે શનિવારે (12 એપ્રિલ, 2025) કહ્યું હતું કે, 'આ કાયદો રાજ્યમાં લાગુ થવાનો નથી તો પછી હિંસા કેમ થઈ રહી છે? તેમણે રાજ્યના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.' 'અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી' મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું, 'જે કાયદા વિશે વાત કરવામાં આવી રહી છે તે કેન્દ્ર સરકારે બનાવ્યો છે, રાજ્ય સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી અને આ કાયદો બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં.' તેમણે એમ પણ કહ્યું હતું કે, 'આ મુદ્દાને લઈને જેના દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિશ્વમાં ગમે ત્યારે મોટી મહામારી આવવાનો દાવો, WHOના પ્રમુખની ચેતવણીથી વધી ચિંતા

Image
WHO New Pandemic Warning : વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે દુનિયામાં વધુ એક મોટી મહામારી આવવાનો દાવો કરી વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. તેમણે દાવા સાથે ચેતવણી આપી છે કે, વિશ્વમાં વધુ એક મોટી મહામારી આવવાનું નિશ્ચિત છે. હેલ્થ સ્ટડીમાં કરાયેલા અભ્યાસમાં સાબિત થયું છે કે, ગમે ત્યારે મોટી મહામારી આવવાનો ખતરો છે. તેમણે ડબલ્યુએચઓની બેઠકમાં બોલતા કહ્યું કે, ‘આગામી સમયમાં કોઈપણ સમયે ગમે ત્યાં વૈશ્વિક સંકટ આવી શકે છે. આ સંકટ આવવામાં 20 વર્ષ પણ લાગી શકે છે અને કદાચ આવતીકાલે પણ આવી શકે છે.’

અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી

Image
Unseasonal rain India : ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાં ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે અચાનક જ દિલ્હી તથા આસપાસના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઊડી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ  વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું - અકસ્માતના કેસમાં 'કેશલેસ' સુવિધાના અમલમાં વિલંબ કેમ?

Image
Supreme Court News : અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર આપવાના આદેશનો અમલ કરવામાં મોડુ થવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રોડ પરિવહન મંત્રાલયના સચિવને વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પષ્ટીકરણ કરવા માટે નોટિસ પાઠવી છે. સુપ્રીમે કહ્યું હતું કે અમારો આદેશ છતા કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસ સારવારને લઇને યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહી છે.  સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુઇયાંની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવામાં આવી હતી.

ચીન બાદ યુરોપિય સંઘે ટ્રમ્પ વિરૂદ્ધ ખોલ્યો મોરચો, અમેરિકન ઉત્પાદનો પર લગાવ્યો 23 અરબ ડૉલરનો નવો ટેક્સ

Image
US-EU News: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલા ટેરિફ યુદ્ધની અસર આખી દુનિયામાં નજરે આવવા લાગ્યા છે. અમેરિકન દ્વારા ચીન પર 104 ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને જવાબમાં અમેરિકન ઉત્પાદનો પર હવે 84 ટકા ટેરિફ લગાવવાનું એલાન કરી દીધું. ચીન બાદ હવે યુરોપીય સંઘે પણ ટ્રમ્પ વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. યુરોપીય યુનિયનની કાર્યકારી એકમ યુરોપીય આયોગે બુધવારે લીધેલા આ નિર્ણયમાં સામેલ વસ્તુઓની યાદી હાલ ઉપલબ્ધ નથી કરાવી. યુરોપીય યુનિયનના ટેરિફનો કેટલોક ભાગ 15 એપ્રિલ અને કેટલોક 15 મે જ્યારે બાકીનો 1 ડિસેમ્બરથી લાગુ થશે.

'ટેરિફ' બાદ ટ્રમ્પને 'વિઝા' ટેરર : ટ્રાફિક નિયમ તોડતાં વિદ્યાર્થીઓના પણ વિઝા રદ કર્યા

Image
Donald trump News :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળતા જ ગેરકાયદે પ્રવાસીઓને દેશની બહાર કાઢવા માટે આકરાં પગલાં લીધા હતા. ત્યાર પછી ટ્રમ્પના ટેરિફે દુનિયાભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. આવા સમયે ટ્રમ્પ સરકાર હવે ટ્રાફિક ભંગ જેવા નજીવા કારણોસર પણ  અચાનક જ વિદ્યાર્થીઓના એફ-1 વિઝા રદ કરીને દેશ છોડવા આદેશ આપી દીધો છે. ટ્રમ્પના આ વીઝા ટેરરથી ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓ ફફડી ઊઠયા છે.  બીજીબાજુ ટ્રમ્પ સરકારે દેશનિકાલના આદેશ છતાં અમેરિકા નહીં છોડનારા લોકો પર દૈનિક 1000 ડોલર જેટલો આકરો દંડ નાંખવાની તૈયારી શરૂ કરી છે.

VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા

Image
Roof Collapse At Nightclub In Dominican Republic : ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં આજે (8 એપ્રિલ) એક ભયાનક દુર્ઘટના બની છે. શહેરના પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત અચાનક તૂટી પડી છે, જેમાં 27 લોકો મોત થયા હોવાના તેમજ 150થી વધુને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક કાર્યક્રમ ચાલી રહ્યો હોવાથી, અહીં ખૂબ ભીડ હતી. અનેક લોકો કાટમાળ નીચે ફસાયા, ગાયિકાને પણ ઈજા ઈમરજન્સી સર્વિસીસના ડિરેક્ટર જુઆન મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું કે, કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતા 11 મુસાફરોના મોત

Image
Pakistan Road Accident : પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં જારણવાલામાં આજે (7 એપ્રિલ) ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. અકસ્માતમાં મહિલાઓ અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. એવું કહેવાય છે કે, થ્રી-વ્હિલર વાહન અથડાયા બાદ પેસેન્જર બસના ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવ્યો હતો અને પલટી મારી ગઈ હતી. ઘટનાસ્થળે 8ના મોત પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક પેસેન્જર બસ ઝરાંવાલાથી લાહોર જઈ રહી હતી.

રામ નવમી પર ઝગમગી ઉઠી રામનગરી: અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા, જુઓ VIDEO

Image
Ram Navami, Ayodhya: રામ નવમી નિમિત્તે દેશ વિદેશમાં રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારથી જ રામ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમ જોવા મળ્યા હતા. બપોરે 12 વાગ્યે રામલલાના મસ્તક પર સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. આ અવરસના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ રામનગરી પહોંચ્યા હતાં. અહીં આવનારા ભક્તો પર ડ્રોન દ્વારા સરયૂના પવિત્ર જળનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ સાથે અયોધ્યા નગરમાં 2 લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા છે, જે બાદ સમગ્ર નગરી ઝગમગી ઉઠી હતી.

'થોડું મુશ્કેલ હશે પરંતુ તેનું અંતિમ પરિણામ ઐતિહાસિક હશે', ચીન સાથે ટ્રેડ વૉર વચ્ચે ટ્રમ્પનો દાવો

Image
Image Twitter  US China Tariff War: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અંગે પોતાના જ લોકોને ચેતવણી આપી છે. ભવિષ્યમાં અમેરિકાના લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'અમે પહેલા ખૂબ મજબૂર હતા, પરંતુ હવે એવુ નહીં થાય.

ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમી રહેશે યથાવત્, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવનું ઑરેન્જ-યલો ઍલર્ટ

Image
Weather Updates : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. હવામાન વિભાગે આગામી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આવતીકાલે (5 એપ્રિલ, 2025) કચ્છમાં ઑરેન્જ અને રાજકોટ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે.

VIDEO : વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર્સ તહેનાત

Image
Uttar Pradesh : લોકસભામાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill 2025)ને મંજૂરી મળ્યા બાદ ઉત્તર પ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે નોઈડા પોલીસે જિલ્લાની 241 મસ્જિદોના ઈમામોને નોટિસ મોકલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નોઈડામાં કોઈ અનિચ્છની ઘટના ન બને તે હેતુસર પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસની ટીમે ગુરુવારે જિલ્લાની તમામ મસ્જિદોના ઈમામ અને કમિટિના લોકો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પોલીસે 28 સંવોદનશીલ વિસ્તારોમાં પણ વિશેષ નજર રાખી રહી છે.

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આપઘાત: સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોતની છલાંગ

Image
Jamanagar News : ગુજરાતના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આજે ગુરુવારે (3 એપ્રિલ, 2025) બપોરે એક ભારે કરુણાજનક ઘટના સર્જાઈ હતી. ધ્રોલના સુમરા ગામે પરણિતાએ તેના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં માતા-બાળકો પાંચેયના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.  પરણિતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મોત

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ

Image
Weather Updates : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. જ્યારે આવતીકાલે (4 એપ્રિલ, 2025) અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે.  આગામી બે દિવસ આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી

અમેરિકાએ ભારત પર લગાવ્યો 26 ટકા ટેરિફ, ટ્રમ્પે કહ્યું- 'અમે અડધો જ વસૂલી રહ્યા છીએ'

Image
Trump Reciprocal Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ટેરિફની જાહેરાત કરીને દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, જે દેશ અમેરિકા પર જેટલો ટેરિફ વસૂલશે એટલો જ ટેરિફ અમેરિકા તેની પાસેથી વસૂલશે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે એવું ન કર્યું. તેણે અડધો ટેરિફ લગાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં તેમના કેબિનેટ સભ્યો સાથે યુએસ સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 2:00 વાગ્યે) ટેરિફની જાહેરાત કરી દીધી છે. 

VIDEO: જામનગરમાં સુવરડા ગામે ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાયલટ શહીદ, એક ઘાયલ

Image
Fighter   Plane Crashed In Jamnagar : ગુજરાતમાં મહેસાણા બાદ વધુ એક પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. આજે બુધવારે (2 એપ્રિલ, 2025) જામનગરમાં જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જામનગરના સુવરડા ગામની સીમમાં ફાઇટર પ્લેન ક્રેશ થતાં ભારે દોડધામ મચી જવા પામી છે. પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટુકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં IAFના અધિકારી, કલેક્ટર, SP,  ફાયર વિભાગ ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો છે. પ્લેન ક્રેશ થવાથી એક પાયલટ શહીદ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક પાયલટ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

'આ વખતે કોઈને રાહત નહીં....' ટેરિફ વૉર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ચોખ્ખી વાત, ભારતનું શું થશે?

Image
Donald Trump And Tariff News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ભારત સહિત દુનિયાના બધા જ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાંખીને 'ટેરિફ યુગ'ની શરૂઆત કરશે. જોકે, આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અમેરિકન વસ્તુઓ પરના ટેરિફમાં મોટો કાપ મૂકવા જઈ રહ્યો છે. કોઈએ આવું ઘણા સમય પહેલાં કેમ કર્યું નહીં અને ભારત પણ કેમ છેક હવે ટેરિફ ઘટાડવા તૈયાર થઈ ગયું છે તેવો સવાલ ટ્રમ્પે કર્યો હતો. બીજીબાજુ વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારત રેસિપ્રોકલ ટેરિફની અર્થતંત્ર પર પડનારી અસરોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. ટ્રમ્પે એકદમ ચોખ્ખી વાત કરતાં કહ્યું કે બે એપ્રિલથી ટેરિફ લાગુ થઈ જશે. આ વખતે કોઈને દેશને રાહત મળવાની નથી.

આજે સંસદમાં વક્ફ બિલ રજૂ થશે, NDA ને સાથીઓના ટેકાની આશા, I.N.D.I.A કરશે વિરોધ

Image
Waqf Bill News |  બુધવારે લોકસભામાં વકફ બોર્ડ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કરવામાં આવશે. જે પૂર્વે મંગળવારે ભાજપને તેના સાથી પક્ષોનું સમર્થન મળી ગયું હોવાથી આ બિલને બુધવારે જ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવી શકે છે જ્યારે ગુરુવારે તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. ભાજપના સાથી પક્ષ ટીડીપીએ તો પોતાની શરતોનો સ્વીકાર કરી લેવામાં આવતા ખુલ્લેઆમ આ બિલને ટેકો જાહેર કર્યો છે પરંતુ જદ(યુ) દ્વારા કેટલાક સુધારાની માગણી કરવામાં આવી છે. જોકે ટેકો નહીં આપે તેવી પણ ખુલીને કોઇ સ્પષ્ટતા નથી કરી. ઇન્ડિયા ગઠબંધને બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.

'ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો...', મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ

Image
લાંબા સમયથી ચર્ચામાં રહેલો વક્ફ સુધારો બિલ બુધવારે લોકસભામાં રજૂ થવા જઈ રહ્યો છે. જેડીયુ અને ટીડીપી જેવા સાથી પક્ષોએ બિલને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ શાસક ભાજપના સાથી પક્ષો, ખાસ કરીને જેઓ પોતાને ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષો કહે છે, અને તેમના સાંસદોને વક્ફ (સુધારા) બિલનો વિરોધ કરવા અને તેને લોકસભામાં પસાર ન થવા દેવાની અપીલ કરી છે. AIMPLBએ ધર્મનિરપેક્ષ પક્ષોના સાંસદોને કોઈપણ સંજોગોમાં આ બિલના પક્ષમાં મતદાન ન કરવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં બોર્ડ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને સાંસદોને આવી વિનંતી કરવામાં આવી છે.