આજે સંસદમાં વક્ફ બિલ રજૂ થશે, NDA ને સાથીઓના ટેકાની આશા, I.N.D.I.A કરશે વિરોધ
Waqf Bill News | બુધવારે લોકસભામાં વકફ બોર્ડ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કરવામાં આવશે. જે પૂર્વે મંગળવારે ભાજપને તેના સાથી પક્ષોનું સમર્થન મળી ગયું હોવાથી આ બિલને બુધવારે જ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવી શકે છે જ્યારે ગુરુવારે તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. ભાજપના સાથી પક્ષ ટીડીપીએ તો પોતાની શરતોનો સ્વીકાર કરી લેવામાં આવતા ખુલ્લેઆમ આ બિલને ટેકો જાહેર કર્યો છે પરંતુ જદ(યુ) દ્વારા કેટલાક સુધારાની માગણી કરવામાં આવી છે. જોકે ટેકો નહીં આપે તેવી પણ ખુલીને કોઇ સ્પષ્ટતા નથી કરી. ઇન્ડિયા ગઠબંધને બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.
Comments
Post a Comment