ટેરિફ વોર વચ્ચે ડ્રેગનનું શક્તિ પ્રદર્શન! ચીનના J-36 અને J-50 ફાઈટર જેટની પહેલી ઝલક
China's J-36 and J-50 fighter jets : વેપાર હોય કે સંરક્ષણ, ચીન દરેક મોરચે અમેરિકાને પડકાર ફેકી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો વચ્ચે 'ટેરિફ વોર' ચાલી રહ્યો છે. ત્યારે ચીને કહ્યું કે, તે અમેરિકાને દરેક પડકારનો જવાબ આપવા તૈયાર છે.
શું ચીને છઠ્ઠી પેઢીનું જેટ તૈયાર કર્યું છે?
આ દરમિયાન સવાલ કરવામાં આવ્યો કે, શું ચીને છઠ્ઠી પેઢીનું જેટ તૈયાર કર્યું છે? ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમેરિકાએ માહિતી આપી હતી કે તેમણે F-47 ફાઇટર એરક્રાફ્ટ બનાવવા પર કામ કરી રહ્યું છે.
Comments
Post a Comment