VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા
Roof Collapse At Nightclub In Dominican Republic : ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં આજે (8 એપ્રિલ) એક ભયાનક દુર્ઘટના બની છે. શહેરના પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત અચાનક તૂટી પડી છે, જેમાં 27 લોકો મોત થયા હોવાના તેમજ 150થી વધુને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક કાર્યક્રમ ચાલી રહ્યો હોવાથી, અહીં ખૂબ ભીડ હતી.
અનેક લોકો કાટમાળ નીચે ફસાયા, ગાયિકાને પણ ઈજા
ઈમરજન્સી સર્વિસીસના ડિરેક્ટર જુઆન મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું કે, કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.
Comments
Post a Comment