દેશભરમાં ચોમાસુ સામાન્ય કરતા સારૂ રહેવાનો વરતારો, હવામાન વિભાગની ઠંડકભરી આગાહી

- ચોમાસામાં સરેરાશથી વધુ 105 ટકા વરસાદ પડવાનું અનુમાન, એલ-નીનોની અસર નહીં જોવા મળે : હવામાન વિભાગ

- જોકે બિહાર, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ ઓછો પડશે જ્યારે ઉનાળા સુધી ગરમીમાં કોઇ જ રાહત નહીં 

IMD NEWS : કાળઝાળ ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ કરાવતા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ પડશે. જેને પગલે દેશના કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે અને ઉત્પાદન વધવાથી ખેડૂતોને     પણ લાભ મળવાની આશા છે. પુરા દેશમાં સરેરાશ કરતા વધુ એટલે કે 105 ટકા વરસાદ પડવાની શક્યતાઓ છે.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ