'વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?', મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિવેદન
Mamata Banerjee On Waqf Amendment Act : વક્ફ સુધારા કાયદાને લઈને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસા અને તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે શનિવારે (12 એપ્રિલ, 2025) કહ્યું હતું કે, 'આ કાયદો રાજ્યમાં લાગુ થવાનો નથી તો પછી હિંસા કેમ થઈ રહી છે? તેમણે રાજ્યના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.'
'અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી'
મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું, 'જે કાયદા વિશે વાત કરવામાં આવી રહી છે તે કેન્દ્ર સરકારે બનાવ્યો છે, રાજ્ય સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી અને આ કાયદો બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં.' તેમણે એમ પણ કહ્યું હતું કે, 'આ મુદ્દાને લઈને જેના દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Comments
Post a Comment