હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ
Weather Updates : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. જ્યારે આવતીકાલે (4 એપ્રિલ, 2025) અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે.
આગામી બે દિવસ આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી
Comments
Post a Comment