'પહલગામમાં થયેલા વિનાશક આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના', અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે દુઃખ વ્યક્ત કર્યું
Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામના બેસરન ઘાટીમાં મંગળવાર બપોરે 2:30 વાગ્યે આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓના ગ્રુપને નિશાન બનાવ્યું. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. સૂત્રોના અનુસાર, અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. આ હુમલો ન માત્ર લોકો ઉપર થયો પરંતુ ઘોડા પણ ઘાયલ થયા છે, જેમને ગોળીઓ વાગી છે. આતંકવાદીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
Comments
Post a Comment