ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

India France fighter jet deal

Rafale-M fighter jets India : તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. તણાવભર્યા આ માહોલમાં ભારત પાકિસ્તાન પર હુમલો કરશે એવી શક્યતા પ્રબળ બની રહી છે એવામાં ભારતના નૌકાદળને લઈને એ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે અને તે એ કે ભારત ફ્રાન્સ પાસેથી 63,887 કરોડ રૂપિયાના રાફેલ ફાઈટર જેટ વિમાન ખરીદવા જઈ રહ્યું છે. 

ભારતને કેટલા રાફેલ મળશે?

6.6 બિલિયન યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને 22 નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (Rafale-M) જેટ અને 4 નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ 26 નંગ પ્લેન મળશે.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ