'બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..' સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો


- 100 એકર જમીનમાં રાતોરાત વૃક્ષો કાપવાની શું ઉતાવળ હતી ? : સુપ્રીમ ધૂંઆપૂંઆ

- બાંધકામ કરવું હોય તો કરો પરંતુ પહેલા મંજૂરી તો લો, પશુઓની સુરક્ષા માટે વોર્ડન તાત્કાલીક વ્યવસ્થા કરે : સુપ્રીમનો આદેશ

- વૃક્ષો કાપવાથી ભાગી રહેલા પશુ-પક્ષીઓને કુતરાઓએ ફાડી ખાધા તે જોઇને અમે વિચલિત થઇ ગયા : સુપ્રીમ

Supreme court and telangana government: ઓથોરિટીની મંજૂરી વગર જ હૈદરાબાદમાં ૧૦૦ એકરમાં બેફામ રીતે વૃક્ષો કાપવા બદલ સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમે કહ્યું હતું કે ૧૦૦ એકરમાં ફેલાયેલા જંગલનો નાશ કરવા માટે તમારા જે બુલડોઝર તૈનાત છે તેના પર અમારુ ધ્યાન છે, જો તમારે કોઇ બાંધકામ કરવું હતું તો પહેલા મંજૂરી લીધી હોત, જંગલને કાપતી વખતે તેમાં રહેતા પશુઓની જે હાલત થઇ છે તેના વીડિયોની પણ સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી. 

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ