ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ, લોકો રસ્તા પર ઉતરતા પોલીસનો લાઠીચાર્જ
Jaipur News: રાજસ્થાનના જયપુરની હવામહેલ સીટના ભાજપના ધારાસભ્યના બાલમુકુંદ આચાર્યના ધાર્મિક સ્થળમાં પ્રવેશીને પોસ્ટર લગાવવાના વિવાદે જોર પકડ્યું છે. ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે શનિવારે (26 એપ્રિલ, 2025) જોહારી બજાર ખાતે બાલમુકુંદ આચાર્યની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ નોંધાવી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ
જયપુરના જોહારી બજારમાં ભાજપ ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યના નિવેદનને લઈને આજે શનિવારે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે જોહારી બજાર ખાતે વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
Comments
Post a Comment