સાઉદીના પૂર્વ રાજદૂતને હનીટ્રેપમાં ફસાવનાર બાંગ્લાદેશી મોડેલની ધરપકડ, કહ્યું- મને ફસાવી
- સાઉદીના એમ્બેસેડર-બાંગ્લાદેશી મોડેલના સંબંધનો વિવાદ કોર્ટ પહોંચ્યો
- એમ્બેસેડર યૂસુફ સાથે મારે સંબંધ હતા, મે લગ્નની ના પાડી હોવાથી જુઠા કેસમાં ફસાવાઇ : મેઘના આલમ
Bangladeshi Model and Honey Trap News : બાંગ્લાદેશની મોડેલ અને મિસ અર્થ મેઘના આલમની સાઉદીના પૂર્વ રાજદૂતને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના સ્પેશિયલ પાવર કાયદા હેઠળ તેની ધરપકડ કરાઇ હતી બાદમાં તેની સામે હની ટ્રેપનો કેસ દાખલ કરાયો હતો. જોકે મેઘના આલમે આ તમામ આરોપોને જુઠા ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે પૂર્વ રાજદૂત મારી સાથે પરણવા માગતા હતા. પણ તે પહેલાથી જ પરણિત હોવાથી મે લગ્નની ના પાડી હોવાથી હવે મને ફસાવાઇ રહી છે.
Comments
Post a Comment