ચીન બાદ યુરોપિય સંઘે ટ્રમ્પ વિરૂદ્ધ ખોલ્યો મોરચો, અમેરિકન ઉત્પાદનો પર લગાવ્યો 23 અરબ ડૉલરનો નવો ટેક્સ
US-EU News: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલા ટેરિફ યુદ્ધની અસર આખી દુનિયામાં નજરે આવવા લાગ્યા છે. અમેરિકન દ્વારા ચીન પર 104 ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને જવાબમાં અમેરિકન ઉત્પાદનો પર હવે 84 ટકા ટેરિફ લગાવવાનું એલાન કરી દીધું. ચીન બાદ હવે યુરોપીય સંઘે પણ ટ્રમ્પ વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે.
યુરોપીય યુનિયનની કાર્યકારી એકમ યુરોપીય આયોગે બુધવારે લીધેલા આ નિર્ણયમાં સામેલ વસ્તુઓની યાદી હાલ ઉપલબ્ધ નથી કરાવી. યુરોપીય યુનિયનના ટેરિફનો કેટલોક ભાગ 15 એપ્રિલ અને કેટલોક 15 મે જ્યારે બાકીનો 1 ડિસેમ્બરથી લાગુ થશે.
Comments
Post a Comment