'ટેરિફ' બાદ ટ્રમ્પને 'વિઝા' ટેરર : ટ્રાફિક નિયમ તોડતાં વિદ્યાર્થીઓના પણ વિઝા રદ કર્યા
Donald trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળતા જ ગેરકાયદે પ્રવાસીઓને દેશની બહાર કાઢવા માટે આકરાં પગલાં લીધા હતા. ત્યાર પછી ટ્રમ્પના ટેરિફે દુનિયાભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. આવા સમયે ટ્રમ્પ સરકાર હવે ટ્રાફિક ભંગ જેવા નજીવા કારણોસર પણ અચાનક જ વિદ્યાર્થીઓના એફ-1 વિઝા રદ કરીને દેશ છોડવા આદેશ આપી દીધો છે. ટ્રમ્પના આ વીઝા ટેરરથી ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓ ફફડી ઊઠયા છે. બીજીબાજુ ટ્રમ્પ સરકારે દેશનિકાલના આદેશ છતાં અમેરિકા નહીં છોડનારા લોકો પર દૈનિક 1000 ડોલર જેટલો આકરો દંડ નાંખવાની તૈયારી શરૂ કરી છે.
Comments
Post a Comment