આજે કેનેડાની ચૂંટણીના પરિણામ: સરવેમાં લિબરલ પાર્ટી આગળ, ટ્રમ્પે ફરી કહ્યું- 51મું રાજ્ય બની જાઓ
Canada Election 2025: કેનેડામાં સોમવારે ચૂંટણી માટે મતદાન થયું હતું, જે બાદ ભારતીય સમય અનુસાર આજે સવારે 10 વાગ્યાથી પરિણામ આવવાની શરૂઆત થઈ જશે. કેનેડાની ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની તથા વિપક્ષ નેતા પિયરે પોઇલિવરે વચ્ચે છે. જોકે પરિણામ આવે તે પહેલા સરવે અનુસાર લિબરલ પાર્ટી કન્ઝર્વેટિવ કરતાં આગળ ચાલી રહી છે.
સત્તાધારી લિબરલ્સને ફરી મોકો મળશે: સરવે
માર્ક કાર્ની સત્તાધારી લિબરલ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે પિયરે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે.
Comments
Post a Comment