ભાજપે સ્વામીને સસ્પેન્ડ કરવાની ચીમકી આપી


નવી દિલ્હી,તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર

નરેન્દ્ર મોદી સરકારે એર ઈન્ડિયાના વેચાણ માટે સોમવારે પ્રારંભિક મેમોરેન્ડમ બહાર પાડી દીધું છે ત્યારે ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી  તેની સામે મેદાનમાં આવ્યા છે. સ્વામીએ આ નિર્ણયને દેશ વિરોધી ગણાવીને સુપ્રીમ કોર્ટમા જવાનું એલાન કર્યું છે. મોદી સરકાર માટે એર ઈન્ડિયા ધોળો હાથી બની ગયો છે. ગયા વર્ષે એર ઈન્ડિયાએ ૮૪૦૦ કરોડ સાથે અત્યાર સુધીમાં ૫૭ હજાર કરોડની ખોટ કરી છે.

સ્વામી મોદી સરકાર સામે બોલ્યા હોય એવું પહેલી વાર નથી બન્યું. મોદી સરકારની આથક નીતિઓ સામે સ્વામી સતત બોલતા જ રહ્યા છે પણ ભાજપ તેમનાં નિવેદનોને ગંભીરતાથી નથી લેતો. જો કે સ્વામી મોદી સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં જાય તો એ મોટી વાત કહેવાય તેથી સ્વામીને રોકવાના પ્રયત્નો શરૂ કરાયા છે. સ્વામીને ચીમકી પણ આપી દેવાઈ છે કે, આ મામલે એ ચૂપ નહીં રહે તો તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાશે. સ્વામી પર ચીમકીની કેટલી અસર થાય છે એ જોવાનું રહે છે.

શાહીન બાગ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું
ભાજપના નેતા શાહીન બાગમાં ધરણાં પર બેઠેલા લોકો પર પ્રહારો કરવામાં વ્યસ્ત છે ત્યારે શાહીન બાગના પ્રદર્શનકારો સોશિયલ મીડિયા પર પણ ભાજપ અને મોદી સરકાર સામે લડવામાં વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર સોમવારે તેમનું શાહીન બાગ સે હિલતી સરકાર હેશ ટેગ ધૂમ મચાવતું હતું. ભારતમાં તો આ હેશ ટેગ આખો દિવસ ટોપ ટ્રેન્ડમાં રહ્યું ને સાંજ સુધીમાં જ ૧.૩૦ લાખ કરતાં વધારે ટ્વિટ થઈ ચૂકી હતી. વૈશ્વિક સ્તરે પણ આ હેશ ટેગ ટોપ ટ્વેન્ટી ફાઈવમાં ટ્રેન્ડ કરતું હતું.

ભાજપ આ પ્રદર્શનકારીઓની સોશિયલ મીડિયા પરની સક્રિયતાથી હેરાન છે. ભાજપ પોતે સોશિયલ મીડિયા પરની લડાઈમાં ચેમ્પિયન છે પણ શાહીન બાગના પ્રદર્શનકારો ભાજપને ભાજપની દવાનો જ ડોઝ આપીને હંફાવી રહ્યા છે. ભાજપ તેમને ગાળો દેવા કંઈ પણ કરે તેની વિરૂધ્ધ તરત જ સોશિયલ મીડિયા પર  જોરદાર રીએક્શન આવવા જ માંડે છે.

સિબ્બલને લાખો મળ્યા છતાં કેસ કેમ નહીં ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી.)એ દાવો કર્યો છે કે, દેશમાં સીએએ તથા એનઆરસી  વિરોધી તોફાનો ભડકાવવા માટે આરએફઆઈ નામના સંગઠને ૧૨૦ કરોડ રૂપિયા અલગ અલગ લોકોને આપ્યા હતા. ઈ.ડી.એ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ તથા એડવોકેટ ઈન્દિરા જયસિંહને નાણાં મળ્યાનું કહ્યું છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે સિબ્બલને કટ્ટરવાદી સંગઠન પીએફઆઈ પાસેથી તોફાનો ભડકાવવા માટે ૭૭ લાખ રૂપિયા મળ્યા છે. સિબ્બલનો દાવો છે કે, પોતાને જે પણ રકમ મળી તે બહુ ગાજેલા હડિયા કેસમાં આપેલી પ્રોફેશનલ સેવા માટે મળ્યા છે. તોફાનો ભડકાવવા માટે કોઈ રકમ મળી નથી.

આ સમાચારના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામા આક્ષેપો શરૂ થઈ ગયા છે પણ આ મુદ્દે ગૂંચવાડો તો છે જ. આરએફઆઈ અને પીએફઆઈ બે અલગ સંગઠનો છે. બંનેમાંથી કોણે નાણાં આપ્યાં એ સવાલ સૌથી પહેલાં તો ઉઠયો છે. બીજું એ કે, ઈ.ડી. પાસે સિબ્બલને નાણાં મળ્યાના પુરાવા છે તો હજુ સુધી કેસ કેમ નથી કર્યો એ સવાલ પણ છે જ.

રામમંદિર માટે માહોલ બનાવવા વિહિપ મેદાનમાં
અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરૂ થાય એ પહેલાં દેશભરમાં માહોલ પેદા કરવાનું કામ મોદી સરકારે વિશ્વ હિંદુ પરિષદને સોંપ્યું છે. વિશ્વ હિંદુ પરિષદે ૧૯૮૯માં દેશમાં પોણા ત્રણ લાખ ગામોમાં શ્રી રામ શિલાપૂજનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ તમામ ગામોમાં વિહિપ ૨૫ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન દેશભરમાં શ્રી રામ મહોત્સવ ઉજવશે. મહોત્સવની સમાપ્તિ પ્રસંગે મોદી સરકાર દ્વારા રામમંદિર નિર્માણની જવાબદારી જેને સોંપાશે તે ટ્રસ્ટના હોદ્દેદારો તથા નિર્માણના કાર્યક્રમની જાહેરાત કરાશે એવું ભાજપનાં સૂત્રોનું કહેવું છે.

ભાજપની યોજના ૨૦૨૨માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં રામમંદિરનું નિર્માણ પૂરજોશમાં ચાલુ કરી દેવાનું છે કે જેથી તેનો રાજકીય ફાયદો ઉઠાવી શકાય. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના શાસનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સહિતની ઘણી સમસ્યાઓ છે. આ કારણે લોકોમાં અસંતોષ છે. આ અસંતોષનો ફાયદો બીજા પક્ષો ના લઈ જાય એટલે ભાજપે હિંદુ કાર્ડ ખેલવાનું નક્કી કરી લીધું છે.

શાહે બોડોલેન્ડ વિવાદ ઉકેલતાં શાંતિની આશા
અમિત શાહે સોમવારે બોડો ઉગ્રવાદીઓ સાથે કરાર કર્યો એ સાથે જ છેલ્લા પચાસ વર્ષથી ચાલતો વિવાદ પૂરો થઈ જશે એવો આશાવાદ પેદા થયો છે.  આ સમજૂતી અનુસાર મહાત્મા ગાંધીની પુણ્યતિથી ૩૦ જાન્યુઆરીએ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડના ૧૫૫૦ ઉગ્રવાદી આત્મસમર્પણ કરીને પોતાનાં હથિયાર સરકારને સોંપી દેશે. આ કરારથી આસામમાં ચાલતો બોડો ઉગ્રવાદ ખતમ થઈ જશે અને શાંતિ સ્થપાતાં એક નવા યુગની શરૂઆત થશે એવું મોદી સરકાર માને છે.

રાજકીય વિશ્લેષકોના મતે આ હકારાત્મક ઘટના ચોક્કસ છે પણ તેનો અમલ સરળ નથી.  એનડીએફબીની મુખ્ય માગ અલગ બોડોલેન્ડ રાજ્યની હતી. આ માંગ સ્વીકારાઈ નથી તેના કારણે અસંતોષ છે. આ સમજૂતીના વિરોધમાં બિન-બોડો સંગઠનો દ્વારા વિરોધ શરૂ કરાયો છે તેના કારણે પણ તણાવનો માહોલ છે. અલબત્ત બોડો ઉગ્રવાદીઓ હથિયાર હેઠાં મૂકશે તેના કારણે સરકાર સામેનો મોટો પડકાર ખતમ થઈ જશે તેથી સરકારને મોટી રાહત પણ રહેશે.

દિલ્હીની ચૂંટણી કેજરીવાલ વિરૂધ્ધ અમીત શાહ
લાગે છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી ગૃહ મંત્રી અમીત શાહ અને મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચેની લડાઇ બની ગઇ છે. ભાજપ મુખ્યમંત્રીના ચહેરા વિના માત્ર શાહના ભરોસે જ આગળ વધે છે. ૨૧ વર્ષો પછી ભાજપને ફરીથી સત્તામાં લાવવા માટે શાહ દરરોજની ત્રણ-ચાર  સભાઓ સંબોધે છે. રવિવારે શાહે સીએએે વિરોધનો મુદ્દો ઉછાળ્યો હતો. શાહે લોકોને એટલા જોરથી બટન દબાવવા કહ્યું હતું કે તેનો કરન્ટ શાહીનબાગમાં જાય. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે માત્ર તમારો મત જ અનેક શાહીનબાગો બનતા અટકાશે. 

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકોને રસ્તા પર આવવા ઉશ્કેરે છે.શાહની ટીપ્પ્ણીનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે  'શાહ દિલ્હીના લોકોનું આપમાન કરી રહ્યા છે.' દિલ્હીના બે કરોડ લોકો શહેરોમાં શાળાઓ, હોસ્પિટલો, દવાખાનાઓ, વિજળી અને પાણી માટે એકઠા થયા હતા. પરંતુ શાહ દરરોજ આવે છે અને દિલ્હીવાસીઓના મહેનતનું અપમાન કરે છે, લાજપતનગરમાં સીએએની તરફેણ દરમિયાન તેઓ સીસીટીવી જોઇ શક્યા નહતા તેની નોંધ લઇ કેજરવાલે કહ્યું હતું કે લોકો હવે શાહને એવી ટેપ મોકલે છે જેમાં તેઆ લાજપતનગરમાં જે બોલ્યા હતા તેની ે વિડીયો મોકલે છે.

ઇવીએમ બટન માત્ર પ્રેમથી જ દબાવાશે
બટન એટલી જોરથી જબાવજો કે એનો કરન્ટ શળાહીનબાગમાં લાગે એવા  શાહના નિવેદનનો જવાબ આપતાં કેજરીવાલે કંઇ કહ્યું નહતું, પરંતુ આમ આદમી પાર્ટીના ચૂંટણી વ્યહરચનાકાર અને ભાજપના સાથખી જદયુના ઉપ પ્રમુખ પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ' આઠમી ફેબુ્રઆરીએ માત્ર હળવાશ થી જ બટન દબાવવામાં આવશે. આ ખૂબ હળવો હશે કે તેનાથી દેશની ભાઇચારાની અને મિત્રતાની ખુશ્બુ પર જોખમ ઊભું નહીં થાય. 

કિશોર અવારનવાર સીએએ અને એનસીઆર પર ટીકા કરતા આવ્યા છે. જો કે એનાથી જદયુના નેતા અને બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર નારાજ પણ થયા હતા. કિશોર ઉપરાંત જદયુના એક અન્ય વરિષ્ઠ નેતા  પવન વર્માએ પણ સીએએ અને એનસાઆરને સમર્થન આપવા બદલ નીતીશની ટીકા કરી હતી.નીતીશ નારાજ થયા હતા.

ગાંધીજીને ઇક્કારનારા શાહીન બાગનો વિરોધ કરે: ચિદમ્બરમ્
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે પણ શાહીનબાગ પર શાહે કરેલી ટીપ્પણીનો જવાબ આપ્યો હતો.'ગૃહ મંત્રી શાહીનબાગના નામે  મત માગે છે. જેઓ ગાંધીજીને ધિક્કારે છે માત્ર તેઓ જ શાહિનબાગનો વિરોધ કરે છે.શાહ આ ધરણાની પીછો  છોડાવાવ માગે છે.'જેઓ ગાંધીજીને ધિક્કારે છે માત્ર તેવા લોકો જ શાહીનબાગનો વિરોધ કરે છે.શાહીનબાગની ટીકા એટલે અહિંસા અને સત્યાગ્રહની ટીકા.

શું મોદી હિન્દુત્વના ચોકીદાર છે?
પ્રજાસત્તાક દિવસે નાગરિક ધારાના વિરોધનો મુખ્ય કેન્દ્ર બની ગયેલા શાહીનબાગમાં રોહીત વેમુલાની માતા રાધિકા વેમુલા પણ હજારો લોકો સાથે ૫૪ ફુટ ઉંચા થાંભલા પાસે ધ્વજવંદન કરવા આવ્યા હતા. જેમના પુત્રે હૈદરાબાદમાં ચાર વર્ષ પહેલાં આત્મહત્યા કરતાં આખા દેશમાં વિદ્યાર્થીઓ મોદીનો વિરોધ કરવા રસ્તા પર આવી ગયા હતા તેના કારણે તેની માતાએ  માગ કરી હતી કે વડા પ્રધાને નવા નાગરિક ધારાને રદ કરી દેવો જોઇએ. 

તેમણે તેમણે લોકો સાથે વાતચીત કરી આ કાળા કાયદાને રદ કરી નાંખવો જોઇએ. જો તેઓ આવું નહીં કરે તો આ લોકો છ સપ્તાહથી કરી રહેલા આંદોલનને ચાલુ જ રાખશે. વિરોધ કરી રહેલા લોકોની સાથે રાષ્ટ્રગીત અને રાષટ્રભક્તિના અન્ય ગાતો ગાયા પછી રાધિકા વેમુલાએ કહ્યું હતું કે મોદી હમેંશા કહેતા હોય છે કે હું તો ચોકીદાર છું. પરંતુ તેઓ માત્ર મંદિરોની વાત કરે છે. તેમણે સ્પષ્ટતા કરવી જોઇએ કે શું તેઓ માત્ર હિન્દુઓના ચોકીદાર છે.

પ્રિયંકા ગાંધીએ બેરોજગારી પર મોદી સરકારને ઘેરી
કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાઢરાએ ૩.૬૪ કરોડ બેરોજગારો અંગે ભારે પ્રહાર કર્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ૩.૬૪ કરોડ લોકોએ રોજગારી ગુમાવી હતી.એટલા માટે જ મોદી સરકાર નોકરીઓ અંગે દૂર ભાગે છે. દેશના ટોચના સાત સેકટરોમાં છેલ્લા પાંચ વર્ષમાં ૩.૬૪ કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી, એવા માધ્યમોના અહેવાલ પર તેઓ ટીપ્પણી કરી રહ્યા હતા.

નોકરીઓ આપવાના ભાજપે કરેલા મોટા મોટા વાયદાઓની આ સચ્ચાઇ છે. લગભગ સાડા ત્રણ કરોડ લોકો બેરોજગાર બની ગયા છે.' મોટા નામ અને મોટી મોટી જાહેરખબરોના પરિમામે દેશમાં સાડા ત્રણ કરોડ લોકો બેકાર બન્યા છે. એટલા માટે જ સરકાર આ મુદ્દાથી દૂર ભાગે છે. તો રાહુલ ગાંઘીએ પણ મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતુ ંકે  નોકરીઓના અભાવે યુવાનો તેમના સપના સાકાર કરી શકતા નથી.આવા સંજોગોમાં લોકશાહી કેવી રીતે મજબૂત બની શકે? એમ રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો.

પ્રજાસત્તાક દિવસ એ દંભ: મેહબુબાની પુત્રી ઇલ્તેજા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીની પુત્રી ઇલ્તેજાએ  પ્રજાસત્તાક દિવસની ઉજવણીને નર્યો દંભ ગણાવ્યો હતો. છેક પાંચમી ઓગસ્ટથી જેની માતાને શ્રીનગરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા હતા તેમની પુત્રીએ  માતા ટ્વિટર હેન્ટલ પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા કરાતી પ્રજાસત્તાક દિવસની કરાતી ઉજવણી એ નર્યા દંભ છે. સરકારે ખુલ્લી રીતે ભારતીય બંધારણનો ભંગ કરી તેને અપવિત્ર બનાવી દીધો હતો.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો