ખેડૂત નેતાઓની મુશ્કેલી વધી, દિલ્હીની પરેડમાં થયેલી હિંસામાં 26 ખેડૂત નેતાઓ પર નોંધાઈ FIR


- રાકેશ ટિકૈત અને યોગેન્દ્ર યાદવ સહિતના આગેવાનોના નામ FIRમાં
- થોડી વારમાં દિલ્હી પોલીસની થશે પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી, તા. 27. જાન્યુઆરી 2021 બુધવાર

દિલ્હીમાં ટ્રેકટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત આગેવાનોની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે ગઈકાલે થયેલી હિંસા બાદ પોલીસે એક્શન લેવાનુ શરુ કરી દીધુ છે.

પોલીસે જે ફરિયાદો નોંધી છે તેમાં ખેડૂત આગેવાનોના નામ પણ છે.આ આગેવાનોમાં રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, રાજિન્દરસિંહ, જોગિન્દર સિંહ જેવા ખેડૂતોનો સમાવેશ થાય છે. કેટલાક ખેડૂત નેતાઓ સામે ટ્રેકટર રેલી માટે અપાયેલી મંજૂરીના નિયમોનુ ઉલ્લંઘન કરાયુ હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અલગ અલગ પોલીસ મથકોમાં પોલીસે નોંધેલી ફરિયાદોમાં અલગ-અલગ ખેડૂત આગેવાનોના નામ છે. જ્યાં જ્યાં પોલીસ પર વધારે હુમલા થયા છે ત્યાં પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે. પોલીસે હવે આ ફરિયાદોને ક્લાસીફાઈડ કરી છે. જેના પગલે માત્ર તપાસ કરનાર અધિકારી અને સબંધિત મેજિસ્ટ્રેટ જ પાસવર્ડનો ઉપયોગ કરીને ફરિયાદને જોઈ શકશે.

પોલીસે આમ તો કુલ 22 ફરિયાદો નોંધી છે. એક અંદાજ મુજબ કુલ મળીને 40 જેટલા ખેડૂત આગેવાનોના નામ ફરિયાદોમાં સામેલ કરાયા છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો