ભારતના કૃષિ ક્ષેત્રમાં સુધારાની જરૂર, નવા કૃષિ કાયદામાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા: ગીતા ગોપીનાથન

- આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને નવા કૃષિ કાયદાની તરફેણ કરી

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી 2021, બુધવાર

છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેમાં મોટા ભાગના ખેડૂતો પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના છે. સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અત્યાર સુધીમાં 11 બેઠકો થઇ છે, પરંતુ તેમાં કોઇ સામાધાન મળ્યું નથી. તેવામાં ગઇ કાલે પ્રજાસત્તાક દિવસ પર રાજધાની દિલ્હીમાં યોજાયેલી ખેડૂત પરેડમાં હિંસા થયા બાદ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તેની ચર્ચા થઇ રહી છે.

આ બધા વચ્ચે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભઆરતમાં હાલમાં જે કૃષિ કાયદા લાગુ કરવામાં આવ્યા છે તેમાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા રહેલી છે. તેમણે કહ્યું કે ભારતીય કૃષિને સુધારાની જરુર છે. 

વોશિંગટન સ્થિત વૈશ્વિક આર્થિક સંસ્થાની મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું કે એવા ઘણા ક્ષેત્રો છે કે જેમાં સુધારાની જરુર છે. ભઆરત સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ત્રણ કૃષિ કાયદાને લાગુ કર્યા હતા અને તેને કૃષિ ક્ષેત્રમાં મોટા સુધારા તરીકે રજૂ કર્યા હતા. આ કાયદા વચેટિયાઓને દૂર કરશે અને ખેડૂતોને દેશના કોઇ પણ ખુણામાં ખેતપેદાશ વેચવાની આઝાદી આપશે. 

ગીતા ગોપીનાથે નવા કૃષિ કાયદાઓ ઉપર પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે કૃષિ કાયદા ખાસ કરીને માર્કેટ સંબંધિત છે. જેના વડે ખેડતો માટેના માર્કેટનો વ્યાપ થશે. હવે તેઓ ટેક્સ આપ્યા વગર જ માર્કેટ યાર્ડ બહાર પાકને વેચી શકશે. જેથી અમારુ માનવું છે કે આ કાયદા વડે ખેડૂતોની આવકમાં વધારો થશે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન