ભારતે લોકોના શાંતિપૂર્ણ દેખાવોના અધિકારોનુ સન્માન કરવુ જોઈએ, ખેડૂત હિંસા પર UNનુ નિવેદન

ન્યુયોર્ક, તા. 27 જાન્યુઆરી 2021, બુધવાર

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે.યુનાઈટેડ નેશન્સે પણ ભારતને આ મામલે વણ માંગી શીખામણ આપી છે.બીજી તરફ ભારતે પણ આડકતરી રીતે યુએનને દેશના આંતરિક માંમલામાં ચંચૂપાત નહીં કરવાનો મેસેજ આપી દીધો છે.

યુએનના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે નિવેદન આપતા કહ્યુ છે કે, ભારત સરકારે શાંતિપૂર્ણ રીતે થતા પ્રદર્શન, અહિંસા અને લોકોના ભેગા થવા માટેની આઝાદીનુ સન્માન કરવુ જોઈએ.

ભારતમાં થયેલા પ્રદર્શન પર પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, લોકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સરકારે આ અધિકારનુ સન્માન કરવુ જોઈએ.જોકે ભારતે તેનો જવાબ આપતા કહ્યુ હતુ કે, રાજકીય હેતુ  માટે કેટલીક વસ્તુઓને ખોટી રીતે રજૂ કરવામાં ના આવે તો વધારે સારુ રહેશે.ભારતના ખેડૂતો અંગે કેટલીક ટિપ્પણીઓ એવી છે જે જનતાને ભડકાવે તેમ છે.આ પ્રકારની ટિપ્પણીઓ યોગ્ય નથી અને તે પણ ખાસ કરીને એક લોકશાહી દેશના આંતરિક મામલાઓ સાથે જોડાયેલી ટિપ્પણીઓ ઉચિત નથી.




Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન