2020માં રોડ અકસ્માતમાં 1.33 લાખ લોકોએ જીવ ગુમાવ્યો, સૌથી વધુ ટુવ્હીલર શિકાર બન્યા
નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર 2021, શુક્રવાર
દેશમાં વર્ષ 2020માં રોડ દુર્ઘટનામાં કુલ 3,7,4397 લોકોના મોક નીપજ્યાં હતા. જેમાંથી 35 ટકા મોત રોડ અકસ્માતમાં નીપજી હતી. જોકે, 2019ની સરખામણીમાં 2020માં મોતની આ સંખ્યા ઓછી છે. 2019માં 4,21,104 લોકોના દુર્ઘટનામાં મોત નીપજ્યાં હતા.
કેન્દ્રીય ગૃહ મંત્ર્યાલ્ય અંતર્ગત કામ કરતી એનસીઆરબી અનુસાર દેશની વસ્તીની સરખામણીએ 2020માં મોતનો દર 27.7 ટકા હતો, જે 2019માં 31.4 ટકા હતો. ભારતમાં 2020માં રોડ અકસ્માતના 3,54,796 કેસ નોંધાયા જેમાં 1,33,201 લોકોના મોત નીપજ્યા જ્યારે 3,35,201 લોકો ઘાયલ થયાં હતા. રિપોર્ટ અનુસાર 60 ટકાથી વધુ રોડ અકસ્માત પુરપાટ ઝડપે વાહન ચલાવવાના કારણે થયા હતા. પુરપાટ ઝડપે વાહન ચલાવવાના કારણે થયેલા અકસ્માતમાં 75,333 લોકોના મોત જ્યારે 2,09,736 લોકો ઘાયલ થયા હતા.
43.6 ટકા ટુવ્હીલર સવાર:
એનસીઆરબીની રિપોર્ટ અનુસાર રોડ અતસ્માતનો ભોગ બનાલા લોકોમાંથી 43.6 ટકા એકલા ટુવ્હીલર સવાર હતા, ત્યાર બાદ અનુક્રમે કાર, ટ્રક કે પીકઅપવાન અને બસ. જોખમીભર્યું ડ્રાઇવિંગ કે ઓવર ટેકના કારણે 24.3 ટકા અકસ્માત થયા જેમાં 35,219 લોકોના મોત જ્યારે 77,067 લોકો ઘાયલ થયા.
અકસ્માતમાં ચૌંકાવનારી વાત એ સામે આવી કે માત્ર 2.4 ટકા અકસ્માત માટે ખરાબ હવામાન જવાબદાર હતું. 2020માં થયેલા કુલ અકસ્માત પૈકી ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ 2,11,351 કિસ્સા (59.6 ટકા), અને શહેરી વિસ્તારમાં 1,43,445 (40.4 ટકા) નોંધાયા. આ ઉપરાંત કુલ અકસ્માતમાંથી 31.8 ટકા તો રહેણાંક વિસ્તારની પાસે થયા હતા.
રેલ દુર્ઘટનાના કુલ 13,018 બનાવ બન્યા:
2020માં રેલવે દુર્ઘટનાની કુલ 13,018 ઘટના સામે આવી જેમાં 1,127 લોકો ઘાય થયા જ્યારે 11,968 લોકોના મોત નીપજ્યાં. 70 ટકા બનાવ ટ્રેનમાંથી પડી જવાના કારણે અથવા ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી જવાના કારણે થઇ. રેલવે ક્રોસિંગ કરતી વખતે 1014 બનાવમાંથી 1,185 લોકોના મોત નીપજ્યા જ્યારે 71 લોકો ઘાયલ થયા. ઉત્તર પ્રદેશમાં રેલવે ક્રોસિંગ દુર્ઘટનામાં 1,014 માંથી 380ની સાથે સૌથી વધુ બનાવ નોંધવામાં આવ્યાં.
Comments
Post a Comment