હું નસીબદાર છું, મારા ત્રણે બાળકો ડ્રગ્સનુ સેવન નથી કરતા, કોઈ આદત તેમને નથીઃ શત્રુઘ્ન સિંહા


નવી દિલ્હી,તા.31.ઓકટોબર,2021

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં બોલીવૂડના મોટાભાગના કલાકારો આર્યન ખાનના સપોર્ટમાં ઉતર્યા હતા.

હવે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાએ પણ આ મુદ્દા પર નિવેદન આપતા કહ્યુ છે કે, હું ખુશ છું કે મારા ત્રણે બાળકો સોનાક્ષી, લવ અને કુશ ડ્રગ્સનુ સેવન કરતા નથી.

એક ન્યૂઝ ચેનલને આપેલા  ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, સેલિબ્રિટિઝ માટે પોતાના બાળકોને સાચી દિશા દેખાડવી પડકાર જનક કામ છે અને જો પડકારનજક ના પણ હોય તો પણ એવુ કરવુ તો જોઈએ.હું તો જે બોલુ છું તે કરુ છું.મેં એન્ટી ટોબેકે કેમ્પેઈન પણ કરેલુ છે અને ડ્રગ્સને તો હું હંમેશા દુર રાખવાનુ કહુ છું.

શત્રુઘ્ને કહ્યુ હતુ કે, આ મામલામાં હું નસીબદાર છું.મારા ત્રણે સંતાનો માટે હું ગૌરવથી કહુ છું કે, તેમનો ઉછેર એ રીતે થયો છે કે, કોઈ પણ પ્રકારની આદત સાથે તેમનુ નામ ક્યારેય જોડાયુ નથી.માતા પિતાએ પણ ધ્યાન રાખવુ જોઈએ કે બાળકો ખોટી સોબતમાં નથી.માતા પિતાએ પોતાના સંતાનો સાથે ઓછામાં ઓછુ એક વખત જોડે ભોજન કરવુ જોઈએ.

આર્યન ખાન અંગે તેમણે કહ્યુ હતુ કે, તે શાહરુખખાનનો પુત્ર છે એટલે તેને ટાર્ગેટ કરવાન હક કોઈને નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો