ડ્રગ્સ કેસઃ આર્યન બાદ તેના દોસ્ત અરબાઝ અને મોડેલ મૂનમૂનની પણ જેલમાંથી મુક્તિ


નવી દિલ્હી,તા.31.ઓકટોબર,2021

ક્રુઝ પર પાડેલા દરોડામાં એનસીબી દ્વારા આર્યન ખાનની સાથે સાથે ફેશન મોડેલ મુનમુન ધામેચા તેમજ આર્યન ખાનના દોસ્ત અરબાઝ મર્ચન્ટની પણ ડ્રગ્સના મામલે એનસીબીએ ધરપકડ કરી હતી.

આજે રવિવારે આ બંનેને પણ જામીન મળ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.મુનમુન અને અરબાઝ પર પણ આર્યન ખાનની જેમ જામીન આપવાની સાથે સાથે 14 શરતો લાગુ કરવામાં આવી છે.આ બંનેને પણ એક-એક લાખની સ્યોરિટી પર મુકત કરાયા છે.

સ્યોરિટીની પ્રક્રિયા પૂરી થયા બાદ આજે તેમને જેલમાંથી મુક્ત કરાયા હતા.મુનમુનના વકીલે કહ્યુ હતુ કે, અમે કોર્ટ સમક્ષ અપીલ કરવાના છે કે મૂનમૂન મધ્યપ્રદેશની વતની હોવાથી તેને ત્યાં જવા દેવા માટે મંજૂરી આપવામાં આવે.

આર્યનના દોસ્ત અરબાઝને પણ જેલમાંથી મુક્ત કરી દેવાયો છે.આ બંનેને પણ દર શુક્રવારે મુંબઈની એનસીબી ઓફિસમાં હાજરી આપવી પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો